GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

પરદાદા, દાદા, પિતા અને હવે દિકરાએ કરી આત્મહત્યા, હવે પરિવારમાં છે ફક્ત મહિલાઓ!

ખેડૂતો માટે દેવું એક સંકટ બન્યું છે.લોન પણ સંકટ છે. પંજાબ સરકાર હાલ કર્ઝમાફી યોજના ચાલી રહી છે. અને બરનાલા, પંજાબનાં ભોટના ગામનાં 22 વર્ષનાં લવપ્રિત સિંહએ લોનનાં ચક્કરમાં સુસાઈડ કરી લીધું છે. પંજાબ સરકાર ખેડૂતોનાં 5 લાખ રૂપિયા સુધી દેવું માફ કરવાની યોજના ચાલી રહી છે. પરંતુ લવપ્રિતનાં ફક્ત 57 હજાર રૂપિયાનું દેવું માફ થઈ શક્યું હતુ. લવપ્રિતનાં પરિવારે 6 લાખ રૂપિયા શાહુકાર પાસેથી લિધા હતા અને 2 લાખ રૂપિયા બેન્ક પાસેથી લીધા હતા. પાંચ પેઢીઓ પછી પણ લવપ્રિતનાં પરિવાર પર 8.57 લાખ રૂપિયાનું દેવું છે.

જેનો આ પરિવાર અત્યાર સુધી ચૂકવી નથી શક્યો. પરંતુ હવે પરિવારમાં ફક્ત મહિલાઓ જ રહી છે. પુરુષો હવે નથી રહ્યા.દેવાને લીધે પરિવારમાં પહેલીવાર આપઘાત 40 વર્ષ પહેલા લવપ્રીતના પરદાદા જોગિન્દરસિંહે કરી હતી. આ પછી, 1994 માં, તેના દાદાએ પણ લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ જવાને કારણે આત્મહત્યા કરી લીધી.

તેના પિતા કુલવંતસિંહે દેવાના સંકટને લીધે વર્ષ 2018 ના અંતમાં આત્મહત્યા કરી હતી અને હવે લવપ્રીતે પણ દેવા હેઠળ આત્મહત્યા કરી લીધી છે. 11 સપ્ટેમ્બરની રાત્રે લવપ્રીતનું ઘરે ઝેર પીને મોત થયું હતું. પંજાબ સરકાર લોન માફી માટેની યોજના ચલાવી રહી છે. પરંતુ આ યોજનાના અમલ બાદ, અત્યાર સુધી પંજાબમાં 60 થી વધુ લોકો દેવાના કારણે આત્મહત્યા કરી ચૂક્યા છે.

READ ALSO

Related posts

ભાજપનાં નેતાએ પક્ષનાં ઝંડા સાથે રાખીને વિસ્તારને કર્યો સેનિટાઈઝ, વીડિયો વાયરલ થતા મચ્યો હોબાળો

pratik shah

ગોલમાલ-5 લઈને આવી રહ્યો છે રોહિત શેટ્ટી, ફરી સાથે જોવા મળશે અજય-રોહિતની સુપર હિટ જોડી

Arohi

કોરોનાની ‘સુપરસ્પીડે’ વધારી ચિંતા, એશિયામાં નંબર વન બનવા તરફ ભારત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!