વલ્લભીપુરના ચમારડી ગામ નજીક નાળામાં મીની બસ ખાબકતા 3ના મોત

ભાવનગર પાસે વલ્લભીપુર નજીકના ચમારડી ગામ પાસે નાળામાં મીની બસ ખાબકતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે વલ્લભીપુર તેમજ ભાવનગર ખસેડાયા છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ તંત્રની ટીમ બચાવ કાર્ય માટે ઘટના સ્થળે પહોંચી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter