જો તમારે પણ બેન્કના જરૂરી કામ કરવાના બાકી હોય તો આજે જ પતાવી લો કારણ કે આવનારા દિવસોમાં બેન્ક ઘણાં દિવસો સુધી બંધ રહેશે. સોમવાર બસ એક દિવસ સિવાય સતત બેન્કમાં રજાઓ છે. તેવામાં તમારા જરૂરી કામ અથવા પૈસાની લેવડ-દેવડમાં વિલંબ થઇ શકે છે. અમે તમને વિગતે જણાવી રહ્યાં છીએ કે આવનારા દિવસોમાં ક્યારે બેન્કમાં રજાઓ છે.

સતત બંધ રહેશે બેન્ક
આ વર્ષે જાન્યુઆરીમાં ઘણી રજાઓ રહી જેના કારણે બેન્ક ઓછા દિવસ ખુલી. સાથે જ હવે 23,24 અને 26 જાન્યુઆરીએ પણ બેન્ક બંધ રહેશે. હકીકતમાં 23 તારીખે ચોથો શનિવાર છે, 24એ રવિવાર છે. તે બાદ બેન્ક 25 જાન્યુઆરી એટલે કે સોમવારે ખુલશે અને મંગળવારે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ છે. તેવામાં મંગળવારે પણ બેન્ક બંધ રહેશે.

જાન્યુઆરીમાં છે 14 રજાઓ
આ જાન્યુઆરીમાં બેન્કોની 14 દિવસની રજાઓ છે. દેશની અલગ અલગ જગ્યા સાથે નેશનલ અને રીજનલ હોલીડેના કારણે 14 દિવસ બેન્ક બંધ રહી. આ છે તે તારીખો, જ્યારે બેન્કોની જાન્યુઆરી 2021માં રજાઓ રહી કારણ કે હાલ મહિનો પૂરો નથી થયો તેથી આવનારા દિવસોમાં પણ બેન્કો બંધ રહેશે.

નેશનલ હોલીડે
- 1 જાન્યુઆરી (શુક્રવાર)
- 3 જાન્યુઆરી (રવિવાર)
- 9 જાન્યુઆરી ( બીજો શનિવાર)
- 10 જાન્યુઆરી (રવિવાર)
- 17 જાન્યુઆરી (રવિવાર)
- 23 જાન્યુઆરી (ચોથો શનિવાર)
- 24 જાન્યુઆરી (રવિવાર)
- 26 જાન્યુઆરી (ગણતંત્ર દિવસ)
- 31 જાન્યુઆરી (રવિવાર)

રીજનલ હોલીડે
- 2 જાન્યુઆરીએ નવા વર્ષના જશ્ન માટે મિઝોરમમાં બેન્ક બંધ રહી.
- 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ/પોંગલ/માઘ સંક્રાંતિના અવસરે ગુજરાત, તમિલનાડુ, સિક્કિમ અને તેલંગાણામાં બેન્કોમાં રજા હતી.
- 15 જાન્યુઆરીએ તિરુવલ્લુર દિવસ/માઘ બિહૂ અને ટુસૂ પૂજાના અવસરે તમિલનાડુ અને આસામમાં બેન્કમાં રજા હતી.
- 16 જાન્યુઆરીએ મિઝોરમમાં ઉઝાવર થિરુનલના અવસરે બેન્કો બંધ રહી.
- 23 જાન્યુઆરીએ ત્રિપુરામાં નેતાજી સુભાષ ચંદ્ર બોસના જન્મદિવસે બેન્કો બંધ રહેશે. જો કે 23 જાન્યુઆરીએ ચોથો શનિવાર પણ છે, તેથી પણ બેન્કોમાં કોઇ કામકાજ નહી થાય.
- 25 જાન્યુઆરીએ મણિપુરમાં ઇમોઇનુ ઇરાત્પા ઉજવવામાં આવશે, જેથી બેન્ક બંધ રહેશે.
Read Also
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય