GSTV

આજે સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો બીજો દિવસ, જાણો આજના કાર્યક્રમની વિગતો

વડોદરામાં જીએસએફસી પરિસરમાં યોજાઈ રહેલી રાજ્ય સરકારની ત્રિદિવસીય ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. જેની શરૂઆત સવારે 6-30 કલાકે યોગાભ્યાસથી થઈ. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન સહિત સૌ શિબિરાર્થીઓ યોગાભ્યાસમાં જોડાયા હતા.

આજે શિબિરમાં જે ચર્ચા સત્રો યોજાવાનાં છે તેમાં પ્રથમ ચરણમાં કૃષિ પ્રધાન આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને ઓપોર્ચયુનિટીઝ ઈન એગ્રીકલ્ચર અંતર્ગત ચર્ચા થશે. આઈઆઈએમ અમદાવાદના સુખપાલ સિંહ આ સત્ર માં તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેશે.

મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથનના અધ્યક્ષ સ્થાને ચેલેન્જિંસ ઈન રૂરલ એડમિનિસ્ટ્રેશન અને રૂરલ ડેવલપમેન્ટ વિષયક સત્રમાં ભારત સરકારના ગ્રામ વિકાસ સચિવ અમરજિત સિંગ માર્ગદર્શન આપશે.

બપોર બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં ચેલેન્જિંસ ઈન પબ્લિક હેલ્થ સત્રમાં માતા અને બાળ મૃત્યુ દર. કુપોષણ અને સેક્સ રેશિયો જેવા વિષયો પર સામૂહિક મનન ચિંતન થશે.

આજના દિવસનું સમાપન સીએમ ડેશ બોર્ડના વિવિધ ઇન્ડીકેટર્સની સમીક્ષા બાદ થશે. બધા જ સત્રમાં સીએમ વિજય રૂપાણી ઉપસ્થિત રહી ચર્ચામાં જોડાશે અને માર્ગદર્શન કરશે.

Related posts

કોરોના વાયરસનાં કહેર વચ્ચે થોડા રાહતના સમાચાર, રાજ્યમાં 12 કલાક દરમ્યાન એક પણ પોઝિટીવ કેસ નથી નોંધાયો

pratik shah

Corona કહેર બનીને વરસી રહ્યો છે દુનિયાભરમાં, કાળમુખો અત્યાર સુધીમાં 47,245 લોકોને ભરખી ગયો

Ankita Trada

કોરોનાનો ભરડો: વડોદરામાં કોરોનાના કારણે પ્રથમ મોત, રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક સાત સુધી પહોંચી ગયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!