GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

3 દેશો ભારત સામે યુદ્ધની કરી રહ્યાં છે તૈયારી: સરહદ પર માહોલ બગડ્યો, મોદી નહીં જોખે નમતું

pm

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ભારતે એક સાથે 3 મોરચે લડવાની તૈયારી કરવી પડી રહી છે. ચીન અને નેપાળમાં સીમા વિવાદ વચ્ચે હંમેશાં નડતું આવતું ના પાકિસ્તાન પણ હવે સક્રિય બન્યું છે. જે ચીન અને નેપાળ વિવાદનો લાભ લઇને પાક સરહદે હવે સળીઓ કરવા લાગ્યું છે. ભારત સામે લડવાનો હાલમાં 3 દેશોને ઉન્માદ ચડ્યો છે. ભારત આ 3 મોરચે હાલમાં લડાઈ લડી રહ્યું છે.

મોર્ટારથી પ્રહાર કરવામાં આવ્યો

કોરોના સંકટ વચ્ચે પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત છે. છેલ્લા કેટલાય દિવસથી પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. મંગળવારે પણ જમ્મૂ-કાશ્મીરમાં સરહદ પારથી તોપમારો કરવામાં આવ્યો હતો. લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર પુંછ જિલ્લાના બાલકોટ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા મોર્ટારથી પ્રહાર કરવામાં આવ્યો છે. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી એલઓસી પર યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓ વધી રહી છે.

બાલાકોટ સેક્ટરમાં ગોળીબાર

બાલકોટ સેક્ટરમાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારથી કેટલાય ઢોર માર્યા ગયાની માહિતી મળી છે અને આ સાથે જ કેટલાય મકાનને નુકશાન થયું છે. પાકિસ્તાની સેનાએ સવારે 3 કલાકે બાલાકોટ સેક્ટરમાં સૈન્ય અને લશ્કરી થાણાને નિશાન બનાવીને હળવા અને ભારે હથિયારોથી ગોળીબાર શરૂ કરી દીધો હતો. પાકિસ્તાની સેના દ્વારા મોર્ટારના પ્રહારથી અડધી રાત્રે લોકોમાં હડકંપ મચી જવા પામી હતી. ત્યારબાદ સેનાની જવાબી કાર્યવાહીથી પાકિસ્તાની તોપમારો શાંત પડ્યો હતો. અડધી રાત્રની આ ઘટનાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

ચીનના સૈનિકોની આ વિસ્તારમાં સંખ્યા 5000 સુધી પહોંચી ગઈ

લદ્દાખના ગલવાન વિસ્તારમાં ભારત અને ચીની સેના વચ્ચેનું ટેન્શન ચરમસમી પર છે. હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે ચીનના સૈનિકોની આ વિસ્તારમાં સંખ્યા 5000 સુધી પહોંચી ગઈ છે. જેઓ ભારત અ્ને ચીન વચ્ચેની લાઈન ઓફ એક્ચ્યુલ ક્ન્ટ્રોલથી નજીકમાં જ છે.તેમાંના કેટલાક ભારતીય સીમાની અંદર ઘુસી આવ્યા છે. બીજી તરફ ભારતે હવે ચીનના સૈનિકોની સામે પોતાની તૈનાતી વધારવાની સાથે સાથે ચીનની સેનાની હિલચાલ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ શરુ કર્યા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. 1962 ભારત-ચીન યુદ્ધનું કેન્દ્ર રહેલા ગલવાન વિસ્તારમાં LACની નજીક ઘુસણખોરોને નીકાળવા માટે ભારતીય સેનાને બળનો પ્રયોગ ના કરવાની સલાહ આપવામાં આવી છે.

યુદ્ધની આપી રહ્યું છે ધમકી

આખા વિવાદમાં નેપાળની સરકારે સામે આવીને ભારતના નક્શા પર આપત્તિ દાખવવી પડી હતી, ત્યારથી નેપાળ સરકાર પર પગલાં લેવાનું દબાણ હતું. જ્યારે લિપુલેખમાં ભારતે ચીન સુધી જનાર રસ્તાનું નિર્માણ કર્યું, તો નેપાળે પણ અમુક દિવસો પછી નવો નક્શો જાહેર કર્યો અને જેમાં તેણે એ માનચિત્રમાં સામેલ કરવામાં આવ્યા જેના પર તે દાવો કરતું આવ્યું છે. ભારતે આપત્તિ દર્શાવી અને બંને દેશો વચ્ચે વિવાદ હજી પણ ચાલુ છે. નેપાળના વડા પ્રધાન ઓલી વિશે કહેવામાં આવે છે કે તેઓ વિદેશસંબંધોમાં પોતાના બે મોટા પાડોશી ભારત અને ચીન વચ્ચે સંતુલન જાળવવા માગે છે. ભારત પર જ નભતા નેપાળ હવે ચીનની સોડમાં ભરાઈને ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું છે. ભારતની સરહદ પર સશશ્ત્ર સૈનિકો ગોઠવી દીધા છે. ભારતે લિપુલેખથી તિબ્બતમાં માનસરોવર સુધી રસ્તો બનાવ્યો છે જે નેપાળને પચતો નથી. નેપાળનું કહેવું છે કે લિપુલેખ તેનો વિસ્તાર છે જ્યારે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેણે પોતાના વિસ્તારમાં રસ્તો બનાવ્યો છે. હકીકતમાં આ સમગ્ર વિવાદ ત્યારે ઉઠ્યો જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે આઠ મેના રોજ વીડિયો લિંકથી 90 કિમી લાંબા આ રસ્તાનું ઉદ્ધાટન કર્યું હતું.

READ ALSO

Related posts

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva

કોરોનાના કપરા કાળમાં કળયુગી પૂત્રોએ માનવતા નેવે મુકી, અમદાવાદના વૃદ્ધાશ્રમમાં લાંબુ વેઇટિંગ લિસ્ટ

Nilesh Jethva

કોરોનાની સારવાર લઈને મોતને હરાવી દેનાર અમદાવાદીઓ પ્લાઝ્મા ડોનેટ કરવામાં પાછળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!