GSTV

આ છે એ 3 ધુરંધરો જેણે ટેસ્ટ ક્રિકેટમાં ફટકારી છે સળંગ ચાર સિક્સર, આ ભારતીય ક્રિકેટર પણ છે લિસ્ટમાં

સિક્સર

Last Updated on August 7, 2020 by Bansari

ક્રિકેટના મેદાન સિક્સરની લહાણી થતી હોય ત્યારે રોમાંચ વધી જતો હોય છે . ક્રિકેટપ્રેમીઓ પણ પોતાના ફેવરિટ બેટ્સમેનને આ રીતે સિક્સર ફટકારતાં જોઇને ગેલમાં આવી જતા હોય છે. જોકે ટેસ્ટ મેચમાં આવા દૃશ્યો ઘણા ઓછા જોવા મળે છે કેમ કે ક્રિકેટનું આ માળખું ધીમું છે અને તેમાં બેટ્સમેનના સંયમની કસોટી થતી હોય છે અને તેથી જ તેને ટેસ્ટ કહેવામાં આવે છે. દરેક ટીમના અલગ અલગ પ્લાન હોય છે અને તેથી જ બેટ્સમેન હવામાં બોલ ઉછાળવાનું ખાસ પસંદ કરતા હોતા નથી. તેમાંય વીરેન્દ્ર સેહવાગ જેવા બેટ્સમેન અપવાદ હોઈ શકે કેમ કે સેહવાગ તો 200 કે 300 રનની નજીક પહોંચ્યા બાદ પણ સિક્સર ફટકારવાની તક ગુમાવતો નથી. તેણે સિક્સરથી બેવડી સદી કે ત્રેવડી સદી પૂરી કરી છે તો એકવાર 195 રનના સ્કોરે ઓસ્ટ્રેલિયા સામે સિકસર ફટકારવાના પ્રયાસમાં તે આઉટ પણ થઈ ગયો હતો.

કેટલાક બેટ્સમેન એવા પણ હોય છે જે ટેસ્ટ હોય કે વન-ડે પણ ક્રિઝ પર આવતાની સાથે જ ફટકાબાજી શરૂ કરી દેતા હોય છે. આવા બેટ્સમેન એકાદ સિક્સર ફટકારીને અટકતા નથી પરંતુ સળંગ સિક્સર ફટકારવાનો પ્રયાસ કરતા રહેતા હોય છે. આમ છતાં ટેસ્ટ ક્રિકેટમાં માંડ ત્રણ જ બેટ્સમેન છે જેમણે સળંગ ચાર બોલમાં ચાર સિક્સર ફટકારી હોય.તાજેતરમાં જ આપણે 1990માં કપિલદેવે નોંધાવેલી સિક્સરોની ચર્ચા કરી હતી. આજે આપણે એવા ત્રણ બેટ્સમેનની વાત કરીએ.

કપિલદેવ :

વિશ્વના મહાન ઓલરાઉન્ડર કપિલદેવે 1990માં લોર્ડ્ઝ ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટમાં મેચમાં આમ કરી દેખાડ્યું હતું. એ વખતે ભારતને ફોલોઓનથી બચવા માટે 24 રનની જરૂર હતી અને તેની નવ વિકેટ પડી ગઈ હતી. આ સંજોગોમાં સામે છેડે રમી રહેલો નરેન્દ્ર હિરવાણી ગમે ત્યારે આઉટ થઈ જાય તેવું જોખમ હતું. કપિલદેવે ઓફસ્પિનર એડી હેમિંગ્સની એ ઓવરના છેલ્લા ચાર બોલમાં ચાર સિક્સર ફટકારીને ટીમને ફોલોઓનમાંથી બચાવી લીધી. આ ચાર સિક્સર એટલી મહત્વની બની રહી કે ત્યાર પછીની ઓવરના પહેલા બોલે જ હિરવાણી આઉટ થઈ ગયો હતો. કપિલ 77 રને અણનમ રહ્યો હતો.

ડી વિલિયર્સ :

સાઉથ આફ્રિકાના આ આક્રમક બેટ્સમેનને વિશ્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. 2009માં ઓસ્ટ્રેલિયા સામે કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટમાં તેણે એન્ડી મેકડોનાલ્ડની બોલિંગમાં સળંગ ચાર બોલમાં ચાર સિક્સર ફટકારી હતી. અંતે તેણે અણનમ 165 રન ફટકાર્યા હતા અને પોતાની ટીમને વિજય અપાવ્યો હતો.

શાહિદ આફ્રિદી :

2006માં ભારત અને પાકિસ્તાન વચ્ચે લાહોરમાં ટેસ્ટ મેચ રમાઈ હતી. એ વખતે ભારતીય ટીમ જોરદાર ફોર્મમાં હતી અને પાકિસ્તાની ધરતી પર પણ તે જીતી શકતી હતી. આ વખતે શાહિદ આફ્રિદીએ ઓફ સ્પિનર હરભજનસિંઘની બોલિંગમાં સળંગ ચાર સિક્સર ફટકારી હતી. આફ્રિદીએ સાત સિકસરની મદદથી 80 બોલમાં 103 રન ફટકાર્યા હતા. પાકિસ્તાને 679 રનનો તોતિંગ સ્કોર ખડક્યો હતો જેમાં ચાર બેટ્સમેને સદી નોંધાવી હતી. જોકે સેહવાગ (254) અને રાહુલ દ્રવિડે (129) પહેલી વિકેટ માટે 410 રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી અને મેચ ડ્રો રહી હતી.

Read Also

Related posts

Video: ટોક્યો ઓલંપિક્સમાં મેચ પહેલા જૂડો એથલીટને કોચે ઝીંકી દીધો લાફો, જોતા રહી ગયા લોકો

Bansari

મ્યુનિ. કોર્પોરેશનનું અણધડ આયોજન, કોટ વિસ્તારમાં AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા!

Harshad Patel

આત્મનિર્ભરતા / સરકારી અધિકારીઓ ફીફા ખાંડતા રહ્યા, ખેડૂતોએ પાંચ લાખ ખર્ચીને બે કિલોમીટરનો રસ્તો જાતે તૈયાર કર્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!