GSTV

મોદીના યુગમાં 3 ઓટો કંપનીઓ બંધ, ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરશે આ ફેમસ બ્રાંડ

વિશ્વ વિખ્યાત અમેરિકન કંપની હાર્લી-ડેવિડસને ભારતમાં 10 વર્ષ પછી તેનું ઉત્પાદન અને વેચાણ બંધ કરવાની જાહેરાત કરી છે. વેચાણ અને નફામાં ઘટાડો થવાને કારણે કંપનીએ ભારતમાં કારોબાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. 75 મિલિયન ડોલરની બચત કરશે. હાર્લી ડેવિડસન પાસે હરિયાણાના બાવળ ખાતે એક એસેમ્બલી પ્લાન્ટ છે, જે ઓગસ્ટ 2009માં કોંગ્રેસની મનમોહન સીંગની સરકાર વખતે શરૂ થયો હતો. હવે આ કંપની અમેરિકા જેવા નફાકારક દેશમાં વેચાણ વધારશે.

છેલ્લા 6 વર્ષોમાં ભારતમાં હાર્લી-ડેવિડસન બાઇકોની માંગમાં સતત ઘટાડો થયો છે. ભારતમાં નોટબંધી અને જીએસટીથી મંદી આવતાં 2019માં ભારતમાં હાર્લી-ડેવિડસન બાઇકનું વેચાણ 2500 હતું. હવે ભારતની એટલી ખરાબ હાલત થઈ છે કે, એપ્રિલ જૂન વચ્ચે માત્ર 100 બાઈકોનું વેચાણ કરશે. હરિયાણામાં હાર્લી-ડેવિડસન એલેમ્બલી પ્લાન્ટ બંધ થતાં હવે થાઇલેન્ડથી બાઇક આયાત કરવી પડશે. તેથી ભાવ વધશે. કારણ કે આયાત ડ્યુટી પણ ચૂકવવી પડશે.

ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી હાર્લી-ડેવિડસન ભારતમાં ઓપરેશન બંધ કરનાર ત્રીજી યુએસ ઓટોમેકર છે. અગાઉ, જનરલ મોટર્સે 2017માં તેનો ગુજરાતમાં પ્લાન્ટ વેચી દીધો હતો. 2019માં ફોર્ડે તેની મોટાભાગની સંપત્તિ મહિન્દ્રા અને મહિન્દ્રાને જોઈન્ટ વેન્ચરમાં સ્થાનાંતરિત કરી હતી.

READ ALSO

Related posts

હવે વર્ક ફ્રોમ હોમમાં નહી પડે મુશ્કેલી! Google એન્ડ્રોયડ-12માં કરશે ખાસ ફેરફાર, જાણો તમને શું મળશે ફાયદો

Ankita Trada

RTIમાં થયો મોટો ખુલાસો/ આરોગ્ય સેતૂ એપ કોણે બનાવી, કોણ ચલાવે છે, ફાઈલો ક્યાં જાય છે કોઈની પાસે નથી જાણકારી

Pravin Makwana

જલ્દી માર્કેટમાં આવશે દુનિયાનો પહેલો રોલ થતો સ્માર્ટફોન, આ કંપનીને કરી મોટી જાહેરાત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!