GSTV

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અવકાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા, નવો રેકોર્ડ કર્યો સ્થાપિત

Last Updated on September 17, 2021 by Zainul Ansari

સ્પેસમાં 90 દિવસનો સમય વિતાવ્યા બાદ ચીનના ત્રણ અવકાશ યાત્રી પૃથ્વી પર પરત ફર્યા છે. પોતાના ત્રણ મહિનાના મિશનને પૂરૂ કરીને અને બે વાર સ્પેસ વૉક કરીને ત્રણેયે નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે ચાઈના માટે સૌથી લાંબા સમય સુધી ચાલક દળ તરીકે ત્રણ મહિના અવકાશમાં પસાર કર્યા.

ચીન

ચીની માનવીય અવકાશ એજન્સીએ કહ્યુ કે શેનઝોઉ-12 માનવયુક્ત અંતરિક્ષ યાન, ત્રણેય અંતરિક્ષ યાત્રીની હેશેંગ, લિયૂ બોમિંગ અને તાંગ હોંગબોને લઈને ઉત્તરી ચીનના આંતરિક મંગોલિયા સ્વાયત્ત ક્ષેત્રમાં ડોંગફેંગ ઉતરાણ સાઇટ પર ઉતર્યા. ચીનની ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ હતુ કે કેપ્સૂલના પૃથ્વીના વાતાવરણમાં એન્ટર થયા બાદ પેરાશૂટ મારફત સફળતા પૂર્વક તેનું લેન્ડિંગ થયું.  

ચીને જૂનમાં શેનઝોઉ-12 મિશન લોન્ચ કર્યુ હતુ. જેમાં ત્રણ અવકાશ યાત્રીઓને સ્પેસમાં મોકલ્યા હતા. કે જેથી તે ત્યાં જઈને સ્પેસ સ્ટેશનના નિર્માણાધીન કાર્યને કરી શકે. જેમાં તેમને ત્રણ મહિનાનો સમય લાગ્યો. જે હજુ સુધીના કોઈ પણ ચીની યાત્રીના અવકાશમાં સૌથી લાંબો પ્રવાસ હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

શોકીંગ / ફ્લાઈટમાં પહેરેલ પેન્ટી અને બ્રા વીચેની આ મહિલા બની ગઈ કરોડપતિ, ઢગલો રૂપિયા આવતા જ નોકરી છોડી દીધી

Pravin Makwana

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah

BIG BREAKING: રશિયામાં હથિયાર અને વિસ્ફોટક બનાવતા પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 16ના મોત સંખ્યાબંધ ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!