GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

સાયબર ક્રાઈમની ચોંકાવનારી ઘટના / 1175 લોકો સાથે 3.50 કરોડની ઠગાઈ, મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા ચેતજો

રાજ્યમાં હાલના સમયમાં સાઈબર ક્રાઈમની ઘટના વધુ બની રહી છે. દિવસેને દિવસે લોકો કોઈના કોઈ રીતે સાઈબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. ઈન્ટરનેટ તેમજ મોબાઈલથી ઓનલાઈન છેતરપીંડીના બનાવો અવારનવાર સામે આવે છે ત્યારે આવો જ વધુ એક બનાવ ફરી બન્યો છે. ફૂટબોલ ટીમનો સ્કોર દેખાડવાના નામે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને નફો આપવાની લોભામણી લાલચ આપીને ગુજરાતના અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ CID ક્રાઈમમાં નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

-એક ચાઈનિઝ સિટિઝન સામે પણ ફરિયાદ નોંધાઈ

આ બનાવની વધુ વિગત મુજબ યુરોપિયન ફૂટબોલની ટીમનો સ્કોર દેખાડવાના નામે દાની-ડેટા નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને 0.75 ટકા નફો 101 ટકા ગેરેંટી સાથે અપાવવાની લોભામણી લાલચ આપી ગુજરાતના 1175થી વધુ વ્યક્તિઓ સાથે અંદાજે 3 કરોડ પચાસ લાખ રુપિયાની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ સીઆઈડી ક્રાઈમમાં નોંધાઈ છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ત્રણ આરોપીમાં બે ગુજરાતના અને એક દિલ્હીનો રહેવાસી હોવાનુ જાણવા મળ્યુ હતું. આ કેસમાં આજ દિન સુધી કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક ચાઈનિઝ સિટિઝન સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

-એપ પ્લે સ્ટોર પરથી હટાવી લેવામાં આવી

ફરિયાદીની ફરિયાદ પ્રમાણે 26 મે 2022થી 31 મે 2022 સુધીના સમયગાળામાં યુરોપિયન ફૂટબોલ ટીમોના સ્કોર દેખાડતી દાની ડેટા નામની એપ મોબાઈલમાં ડાઉનલોડ કરી હતી. આ એપ્લિકેશનમાં રોકાણકારો દ્વારા કરવામા આવતાં રોકાણ પર 0.75 ટકા નફા સાથે પૈસા પરત મળશે તેની ગેરંટી આપવામાં આવતી હતી. મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ થયા બાદ ફરિયાદીએ તેનું યુઝર આઈડી બનાવ્યું હતું. તેણે યુપીઆઈ ઓપ્શન સિલેક્ટ કરીને એપ્લિકેશનમાં રોકાણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે જૂન મહિનામાં પોતાના વળતર અંગે ચેક કરવા એપ્લિકેશન ઓપન કરતાં એપ ઓપન થઈ નહોતી અને ટેકનીકલ એરર આવી હતી. ત્યાર બાદ એપ ડીલિટ કરીને ફરીવાર તેને ડાઉનલોડ કરતાં ખબર પડી હતી કે એપ પ્લે સ્ટોર પરથી હટાવી લેવામાં આવી છે.

-ઈડીને પણ રીપોર્ટ કરવાની તજવીજ કરવામાં આવી

ગત 16મી માર્ચના રોજ તમામ પકડાયેલા આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જેમાં લીલા ચમીરા ભાટા, અંકિત ગોસ્વામી, નયન શાહ, લખન ઠક્કર તેમજ એક ચાઈનીઝ નાગરીક વુ યુઆન્બો ઉર્ફે ચેમ્બરને લુક આઉટ નોટીસ જારી કરવામાં આવી હતી. આ બાબતે વધુ તપાસમાં પોલીસને એવું જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ બનાવટી કંપની બનાવીને તે કંપનીઓના નામે અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવ્યા હતાં. જે ખાતામાં 2300 કરોડથી વધુના બેનામી વ્યવહારો થયાની હકિકત જણાઈ હતી. આ મામલે ઈડીને પણ રીપોર્ટ કરવાની તજવીજ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા

Hardik Hingu

આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો

Hardik Hingu
GSTV