GSTV
Narmada ગુજરાત ટોપ સ્ટોરી

નર્મદા બની ગાંડીતૂર/ નર્મદા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા પૂરનો ભય, આ 13 ગામોને કરાયા એલર્ટ

નર્મદા

નર્મદા ડેમમાંથી પાણી છોડવાને કારણે ડભોઈ તાલુકાના ચાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ડભોઈ નંદેરીયા ગામના પાંચ પરિવારના આશરે 15 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. જેના કારણે સ્થાનિક લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.

  • નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
  • પાણી છોડાતા 4 ગામોને કરાયા એલર્ટ
  • ડેમમાં સતત પાણીની આવકમાં વધારો

ઉપરવાસમાંથી નવા નીરની આવકના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા 19 ફૂટે વહી રહી છે. નર્મદા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા પૂરનો ભય વ્યક્ત કરાયો હતો.નર્મદાની ભયજનક સપાટી 24 ફુટ છે. અંકલેશ્વરના નદી કાંઠાના 13 ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. સરફુદ્દીન, ખાલપીયા, બોરભાઠા, જુના છાપરા, જુના કાશીયા, બોરભાઠા બેટ સહિત કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરાયા છે.

  • સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.85 મીટર
  • પાણીની આવક 1,80,939 ક્યુસેક નોંધાઈ.
  • ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી.
  • 23 દરવાજા 2.25 મીટર ખોલી 3,50,000 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસ ના 6 ટર્બાઇન મારફતે 44,638 ક્યુસેક નદીમાં છોડાયું.
  • નદીમાં કુલ જાવક 3,94,638 ( દરવાજા + પાવરહાઉસ) ક્યુસેક રહેશે.
  • કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,179 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.
  • ડેમમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 4564.5 mcm
નર્મદા

અંકલેશ્વરના પ્રાંત અધિકારી, મામલતદાર તાલુકા વિકાસ અધિકારીએ વીતી મોડી રાત્રે કાંઠા વિસ્તારને અડીને આવેલા સરફુદ્દીન સહિતના ગામોની મુલાકાત લીધી હતી. 13 ગામોના સરપંચ અને તલાટીઓને એલર્ટ રહેવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. નર્મદા નદીમાં પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતુર બની છે. તો બીજી તરફ નર્મદા નદીના કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Read Also

Related posts

મોટી દુર્ઘટના/ અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL

ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માની પલ્લીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું, પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી

pratikshah

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah
GSTV