GSTV
Home » News » 3.26 લાખ મતથી અમદાવાદમાં જીત્યા હતા પરેશ રાવલ, પરંતુ આ વખતે ચૂંટણી લડવાની કેમ ના પાડી?

3.26 લાખ મતથી અમદાવાદમાં જીત્યા હતા પરેશ રાવલ, પરંતુ આ વખતે ચૂંટણી લડવાની કેમ ના પાડી?

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ફિલ્મ સ્ટાર અને અમદાવાદ પૂર્વ બેઠકના સાંસદ પરેશ રાવલે લોકસભા ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. પરેશ રાવલ અંગે સ્થાનિક લોકોનું કહેવુ હતું કે તેઓ પોતાના સંસદીય વિસ્તારમાં મતદાતાઓથી દૂર થઇ ગયા છે. એક સંમેલનમાં પ્રાદેશિક ભાજપના નેતાઓ પર પરેશે ગંભીર આરોપ લગાવ્યા હતાં.

જ્યારે પ્રાદેશિક ભાજપના નેતાઓએ પરેશ રાવલને ફરીથી લોકસભા ટીકિટ અહીં આપવાની માંગ શરૂ કરી દીધી છે. જેને પગલે પાર્ટીના હાઈ કમાન્ડે પરેશ રાવલના સ્થાને સ્થાનિક નેતાને ટીકિટ આપવાની તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ ટીકિટને લઇને આશંકામાં આવેલા પરેશ રાવલે કહ્યું, “હું લોકસભા ચૂંટણી લડવા ઈચ્છતો નથી.”

પરેશ રાવલે કહ્યું કે હું અમદાવાદના મતદાતાઓનો આભારી છુ કે જેમણે મને લોકસભા ચૂંટણીમાં પાંચ વર્ષ માટે સેવા કરવાનો અવસર આપ્યો છે. હું આ વખતે ચૂંટણી લડવા ઈચ્છતો નથી, પરંતુ હું હંમેશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનું સમર્થન કરતો રહીશ. હું ભાજપ માટે ચૂંટણી પ્રચાર કરવા માટે પણ તૈયાર છું.

પરેશ રાવલ કહે છે કે રાજનીતિમાં સમયની વધારે મુશ્કેલી થાય છે, હું મારી ફિલ્મોની શૂટિંગમાં પણ સમય આપી શકતો નથી. હું ફિલ્મોમાં વ્યસ્ત છુ, તેથી આ વખતે મેં નિર્ણય કર્યો છે કે હું ચૂંટણી નહીં લડુ, પરંતુ ભાજપ અને નરેન્દ્ર મોદી માટે કામ કરતો રહીશ.

READ ALSO

Related posts

દુનિયામાં જળસંકટનો સામનો કરી રહેલા 400 શહેરોમાં ભારતનું આ શહેર પ્રથમ સ્થાને

Kaushik Bavishi

કુંડા ગામમાં થયેલા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, આ વ્યક્તિએ ખેલ્યો હતો ખૂની ખેલ

Nilesh Jethva

બ્રહ્મકુમારી આશ્રમમાં યુવતી સાથે દુષ્કર્મ, સંચાલક પર આરોપ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!