GSTV
Gujarat Government Advertisement

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સાથે 3.21 કરોડની ઠગાઇ મામલે આરોપીની જામીન અરજી રદ, કોર્ટે આપ્યું આ કારણ

Last Updated on February 17, 2021 by Pravin Makwana

નારણપુરામાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલા શાળાના ક્લાર્ક તથા તેના મળતિયાઓએ રૂ. 3,21,09,175 ની રકમ ઉચાપત કરી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલ જયેશ સુનિલકુમાર વાસવાનીએ કરેલી રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, ‘3.21 કરોડની ઠગાઇ પૈકી 2.87 કરોડ આરોપી જયેશના ખાતામાં જમા થયા હતાં. હાલ કેસની તપાસ ચાલી રહી છે, આરોપી સામે પ્રથમદર્શિય કેસ બને છે ત્યારે આવા કેસમાં આરોપીને રેગ્યુલર જામીન પર મુક્ત કરી શકાય નહીં.’

કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર – આરોપી

3.21 કરોડની ઠગાઇ કેસમાં ઝડપાયેલા જયેશ વાસવાનીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે, ‘આખા કેસમાં મારી કોઇ જ ભૂમિકા નથી. મહિલા ક્લાર્કે મારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતાં, મે કોઇ ઉચાપત કરી નથી. કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે. હું કાયમી રહેઠાણ ઘરાવું છું તેથી ભાગી જઉં તેમ નથી. કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા માટે હું તૈયાર છું તેથી કોર્ટે જામીન આપવા જોઇએ.’

આરોપી સામે પ્રથમદર્શિય કેસ છે, જેથી જામીન ન અપાય – સરકારી વકીલની દલીલ

જો કે, મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે, ‘મહિલા ક્લાર્કે 3.21 કરોડની ઠગાઇ આચરી હતી. ઉચાપત દરમિયાન મનીષાએ સરદારનગર ખાતે રહેતા તથા દિલ્હી દરવાજા વિસ્તારમાં સિદ્ધિ વિનાયક એન્ટરપ્રાઈઝ ધરાવતા જયેશ સુનિલકુમાર વાસવાનીના ખાતામાં 2.87 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં. આરોપી સામે પ્રથમદર્શિય કેસ છે જેની તપાસ ચાલી રહી છે. આરોપીની પણ મહત્વની સંડોવણી છે, તેના જ ખાતામાં મોટી રકમની હેરફેર કરવામાં આવી હતી. ત્યારે આવા કેસમાં આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

સુરત: મોડી રાતે સ્લેબ તૂટી પડતા નિંદ્રાધીન બે બાળકોના થયા કરૂણ મોત, તંત્ર થયું દોડતુ

Pravin Makwana

કોરોનાનો કેર/ કેનેડા-યુકે પછી આ દેશે લાગવ્યો ભારત પર ટ્રાવેલ બેન, નિર્ણયથી આ રીતે પરેશાન થયા યાત્રીઓ

Damini Patel

હેલ્થ/ અજમાની ચા પીવાના આ 8 ફાયદા તમે નહીં જાણતા હોય, આ 2 રીતે બનાવો આ સ્વાસ્થ્યવર્ધક ચા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!