GSTV

મોદી સરકાર માટે ખુશખબર : ધાન્યપાકોનું ઉત્પાદન નવો રેકોર્ડ બનાવશે, ખેડૂતો રાજીના રેડ

ચાલુ પાક સિઝન 2019-20 દરમિયાન દેશમાં વધુ એક વખત વિક્રમજનક 2929.5 લાખ ટન ખાદ્યાન્નનું ઉત્પાદન થવાનો વિશ્વાસ કેન્દ્ર સરકારે વ્યક્ત કર્યો છે. જે વર્ષ 2018-19માં પ્રાપ્ત કરેલા 2852.1 લાખ ટનના જૂના વિક્રમથી 67.4 લાખ ટન કે 2.42 ટકા ઉંચો અંદાજ છે. તદ્પરાંત વર્ષ 2013-14થી 2017-18ના સમયગાળા દરમિયાન સરેરાશ ઉત્પાદન કરતા 262 લાખ ટન વધારે છે.  કેન્દ્ર સરકાર આજે પાક સિઝન 2019-20નો બીજા અગ્રિમ ઉત્પાદન અંદાજ જાહેર કર્યો છે. દેશમાં છેલ્લા 25 વર્ષ બાદ 110 ટકા વરસાદ પડ્યો છે જેના પગલે જળાશયો પાણી અને જમીનમાં ભેજનું પ્રમાણ પુરતું છે. જેના પગલે વાવેતર અને ઉત્પાદકતા બંને વધવાની અપેક્ષા છે. આથી પાક વર્ષ 2019-20ની માટે મોટાભાગના પાકોનો ઉત્પાદન અંદાજ સરેરાશ કરતા ઉંચો મૂકાયો છે.

ઘઉં અને ચોખાનું બમ્પર ઉત્પાદન થશે

ચાલુ વર્ષે દેશમાં ચોખાનું ઉત્પાદન 11.74 લાખ ટન અને ઘઉંનું 10.62 કરોડ ટન ઉત્પાદન થવાની ધારણા છે જ્યારે પાછલી પાક સિઝનમાં તેનું અનુક્રમે 11.64 કરોડ ટન અને 10.36 કરોડ ટન ઉત્પાદન થયું હતું. બીજા અગ્રિમ અંદાજ મુજબ દેશમાં ચાલુ વર્ષે કઠોળ-દાળનું કુલ ઉત્પાદન 230.2 લાખખ ટન થવાની અપેક્ષા છે જે પાછલા વર્ષના 220.8 લાખ ટન પાકથી વધારે છે પરંતુ પાક સિઝન 2017-18ના વિક્રમજનક ઉત્પાદન 254.2 લાખ ટનથી ઓછું છે. કઠોળના મુખ્ય પાક ચણાનું ઉત્પાદન ચાલુ રવિ સિઝનમાં વધીને વિક્રમી 112.2 લાખ ટન થવાની ધારણા છે જ્યારે ગત વર્ષે દેશમાં 99.4 લાખ ટન ચણાનું ઉત્પાદન થયું હતું. તુવેરનું ઉત્પાદન 36.9 લાખ ટન, અડદનું 22.5 લાખ ટન અને મગનું ઉત્પાદન 22.7 લાખ ટન થવાનો અંદાજ મૂકાયો છે. જ્યારે ગત વર્ષે ઉપરોક્ત તમામ કઠોળનું ઉત્પાદન અનુક્રમે 33.2 લાખ ટન, 30.6 લાખ ટન અને 24.6 લાખ ટન થયું હતું. મસૂરનું ઉત્પાદન ચાલુ રવિ સિઝનમાં વધીને 13.9 લાખ ટન થવાનો અંદાજ મૂકાયો છે જ્યારે પાછલા વર્ષે તેનું ઉત્પાદન 12.3 લાખટન થયું હતું. 

મકાઇ, જુવાર અને જવનું વધશે ઉત્પાદન

બરછટ અનાજોની વાત કરીયે તો મકાઇનું ઉત્પાદન પાક સિઝન 2019-20માં 280.8 લાખ ટન થવાનો અંદાજ મૂકાયો છે જે પાછલા વર્ષના 277.2 લાખ ટન પાકથી ઉંચો અંદાજ છે. જુવારનું ઉત્પાદન 43.8 લાખ ટન અને બાજરીનું ઉત્પાદન 89 લાખ ટન થવાની ધારણા છે. તો પાછલા વર્ષે આ જાડા ધાન્યોનું ઉત્પાદન અનુક્રમે 34.8 લાખ ટન અને 86.6 લાખ ટન નોંધાયું હતું. જવનું ઉત્પાદન ચાલુ રવિ સિઝનમાં વધીને 18.80 લાખ ટન થવાનો અંદાજ છે જ્યારે ગત વર્ષ દેશમાં તેનું ઉત્પાદન 16.3 લાખ ટન નોંધાયું હતું. 

સરસવનું ઉત્પાદન ઘટશે જ્યારે મગફળી અને સોયાબીનનો પાક વધશે

સરકારના બીજા અગ્રિમ અંદાજ મુજબ દેશમાં તેલીબિયાં પાકોમાં સરસવનું ઉત્પાદન ચાલુ રવિ સિઝનમાં 91.13 લાખ ટન થવાનો અંદાજ છે જે ગત વર્ષ કરતા 92.56 લાખ ટન ઓછું છે. મગફળીનું ઉત્પાદન ચાલુ પાક સિઝનમાં 82.44 લાખ ટન થવાની ધારણા છે જ્યારે ગત પાક સિઝનમાં 67.27 લાખ ટનનું ઉત્પાદન થયું હતું. એરંડાનું ઉત્પાદન 20.43 લાખ ટન અને સોયાબીનનું ઉત્પાદન 136.28 લાખ ટન થવાનો અંદાજ છે જ્યારે પાછલી પાક સિઝનમાં તેનું ઉત્પાદન અનુક્રમે 11.97 અને 132.68 લાખ ટન થયું હતું. કપાસનું ઉત્પાદન ચાલુ પાક સિઝનમાં 348.91 લાખ ગાંસડી (1 ગાંસડી – 170 કિગ્રા) થવાનો અંદાજ છે જ્યારે પાછલા વર્ષે દેશમાં 280.42 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન નોંધાયું હતું.

READ ALSO

Related posts

14 એપ્રિલ પછી પણ રહેશે Lockdown? WHOના નામ પર Viral થઈ રહેલા આ મેસેજનું શું છે સત્ય?

Arohi

6 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાનો આંક 128, કુલ 21 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ

Pravin Makwana

આ રાજ્યના DGP એ જમાતિયોને આપ્યું અલ્ટિમેટમ, પાંચ વાગ્યા સુધીમાં આપો જાણકારી નહી તો…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!