GSTV

નવો ફિટનેસ ટેસ્ટ: ભારતીય ખેલાડીઓ માટે હવે નિયમો આકરા બન્યા, આ ટેસ્ટ પાસ કર્યો તો જ ટીમમાં મળશે સ્થાન

Team India

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટમાં હવે ફિટનેસનું મહત્વ ઘણું વધી ગયું છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ફિટનેસમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. ભારતની સફળતા પાછળ આ બાબતનું પણ મહત્વનું યોગદાન છે. જો કે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી જતી સ્પર્ધાત્મકતાને જોતા ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયામાં ક્રિકેટરોની એન્ટ્રી માટે ફિટનેસના ધારા ધોરણને વધારે આકરા બનાવ્યાં છે.

ખેલાડીઓ માટે બે કિલોમીટરની દોડની ટ્રાયલ ફરજિયાત

મળતી વિગતો મુજબ ક્રિકેટ બોર્ડે હવે ખેલાડીઓ માટે બે કિલોમીટરની દોડની ટ્રાયલ ફરજિયાત બનાવી દીધી છે. જે પ્રમાણે ફાસ્ટ બોલરોએ 8 મિનિટ અને 15 સેકન્ડમાં અને બેટ્સમેન તેમજ વિકેટ કીપરે આટલું જ અંતર 8 મિનિટ અને 30 સેકન્ડમાં દોડીને પુરું કરવું પડશે. ટીમમાં એન્ટ્રી માટે આ ટેસ્ટ અનિવાર્ય હશે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે હાલમાં ખેલાડીઓએ યો-યો ટેસ્ટ પાસ કરવો જરૂરી છે. આ સિવાય રનિંગ ટ્રાયલમાંથી પણ પસાર થવું પડશે. ઈંગ્લેન્ડ સામે ઘર આંગણે રમાનારી સિરિઝમાં વન-ડે અને ટી-20 મેચોથી આ નવો નિયમ લાગુ કરી દેવામાં આવશે. બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે પણ તેને લીલી ઝંડી આપી દીધી છે.

ટીમમાં સ્થાન મેળવવા માટે પણ નવો ફિટનેસ ટેસ્ટ પાસ કરવો જરૂરી

ટી-20 વર્લ્ડકપ માટેની ટીમમાં સ્થાન મેળવવા માટે પણ નવો ફિટનેસ ટેસ્ટ પાસ કરવો જરૂરી હશે. આ ટેસ્ટ ખેલાડીઓ નેશનલ ક્રિકેટ એકેડમી અથવા તો ટીમના સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ મેમ્બર સામે આપી શકશે.

આ ટેસ્ટ ફેબ્રુઆરી, જૂન અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આયોજિત કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં ભાગ લેનારા ખેલાડીઓને માત્ર ફેબ્રુઆરીમાં યોજાનારા આ ટેસ્ટમાં છૂટ આપવામાં આવી છે. પરંતુ સિમિત ઓવર માટે ટીમમાં પસંદ કરવામાં આવેલા ખેલાડીઓને આ ટેસ્ટમાં પાસ થવું જરૂરી રહેશે.

READ ALSO :

Related posts

જાણવા જેવું/ Telegram આપી રહી છે Whatsappને ટક્કર, એપમાં સામેલ કરાયા આ શાનદાર સેફ્ટી ફીચર

Sejal Vibhani

ઉર્જાપ્રધાને જાહેર સભામાં ભાજપના અસંતુષ્ટ આગેવાનોનો ઉધડો લીધો, ‘ટિકીટ ન મળી એટલે તમે થઇ ગયા કોંગ્રેસી!’

pratik shah

ચેતજો / પીએમ મોદીનો ચહેરો, અશોક સ્તંભ… મુદ્રા લોનના ચક્કરમાં કયાંક તમે ન થઈ જાઓ છેતરપિંડીનો શિકાર…

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!