GSTV

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોકેટે કરોડો રૂપિયાના IL&FS પેમેન્ટ ડિફોલ્ટ કેસ, મુંબઇ અને દિલ્હી-એનસીઆરમાં છ સ્થળોએ દરોડા

Last Updated on June 19, 2019 by Mayur Vora

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોકેટ(ઇડી)એ કરોડો રૃપિયાના આઇએલએન્ડએફએસ પેમેન્ટ ડિફોલ્ટ કેસના સંદર્ભમાં મુંબઇ અને દિલ્હી-એનસીઆરમાં છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં.

આ દરોડા દરમિયાન ૬ લાખ રૃપિયાનું વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન પૂર્વ અધિકારીઓના મકાનોની પણ તપાસ કરવામાં આવી હતી. 

ઇડીએ આઇએલએન્ડએફએસના પૂર્વ ચેરમેન રવિ પાર્થસારથી સહિતના પૂર્વ અધિકારીઓ વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ કેસ દાખલ કર્યા પછી આ દરોડા પાડયા હતાં.

ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રકચર લિઝિંગ એન્ડ ફાઇનાન્સિયલ સર્વિસિસ(આઇએલઅએન્ડએફએસ)ના પૂર્વ અધિકારીઓના ઘરે પાડવામાં આવેલા દરોડા દરમિયાન ૬ લાખ રૃપિયાનું વિદેશી ચલણ, મિલકતાના દસ્તાવેજો અને વાંધાજનક કાગળો જપ્ત કરવામાં આવ્યા હતાં. 

વર્ષ ૨૦૧૦થી ૨૦૧૮ દરમિયાન આઇએલએન્ડએફએસ ગુ્રપ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી કરવા બદલ દિલ્હી પોલીસે દાખલ કરેલી એફઆઇઆરના સંદર્ભમાં એજન્સીએ પીએમએલએ કેસ દાખલ કર્યો હતો. 

ખોટા પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરવાના આરોપ હેઠળ દિલ્હી પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી. આજે મુંબઇ, દિલ્હી, ગુડગાવ સહિતના એનસીઆરમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. 

આઇએલએન્ડએફએસ ગુ્રપની કંપનીઓ સપ્ટેમ્બર, ૨૦૧૮માં ડિફોલ્ટ થવાનું શરૃ થતાં આઇએલએન્ડએફએસ ચર્ચામાં આવ્યું હતું. 

આઇએલએન્ડએફએસ ગુ્રપ પર કુલ ૯૧,૦૦૦ કરોડ રૃપિયાનું દેવું છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધોની શાખાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં કેસ દાખલ કર્યો હતો. 

Related posts

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

VIDEO / વિશ્વના આઠમા સૌથી ઊંચા શિખર પર ITBPના અધિકારીઓએ ફરકાવ્યો તિરંગો, જવાનોએ અદમ્ય સાહસ અને શોર્યનો કરાવ્યો પરિચય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!