GSTV
Home » News » B’day Special: જ્યારે અચાનક દુનિયા સમક્ષ આવ્યો ઐશ્વર્યા રાયનો દિકરો, કર્યો હતો ચોંકાવનારો ખુલાસો

B’day Special: જ્યારે અચાનક દુનિયા સમક્ષ આવ્યો ઐશ્વર્યા રાયનો દિકરો, કર્યો હતો ચોંકાવનારો ખુલાસો

એશ્વર્યારાય બોલીવુડના જાણીતા ચહેરાઓ માંથી એક છે. તે બચ્ચન પરિવારની પુત્રવધુ છે અને તેનીએક દિકરી પણ છે. આજે એશ્વર્યા રાય 45મો જન્મ દિવસ ઉજવી રહી છે. તેવામાં આજે અમેએશ્વર્યાના જીવન સાથે સંકળાયેલા એક રોચક કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યાં છીએ.

એશ્વર્યારાયનો એક પુત્ર પણ હોવાનો ખુલાસો તાજેતરમાં થયો હતો. આંધ્રપ્રદેશનો 29 વર્ષીય રહેવાસી યુવક દાવો કરી રહ્યો હતોકે એશ્વર્યા તેની માતા છે. દાવાના કારણે  યુવક લાઇમલાઇટમાં આવ્યો હતો. આ યુવકનુંનામ સંગીત કુમાર રાય છે.

એક અહેવાલ અનુસાર સંગીતે જણાવ્યું કે એશ્વર્યા રાયે લંડનમાં આઇવીએફ ટેકનીક દ્વારા તેને જન્મ આપ્યો છે. વિશાખાપટ્ટનમમાં રહેતા આ યુવકના પિતાનું નામ આદિવેલુ રેડ્ડી છે. તેણે કહ્યું કે લંડનમાં 1988માં તેનો જન્મ થયો હતો. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે 1988માં એશ્વર્યાનીં ઉંમર ફક્ત 14 વર્ષ હતી.

અન્ય એક વાત પણ સામે આવી છે કે બે વર્ષ સુધી એશ્વર્યાના માતા-પિતા વૃંદા અને કૃષ્ણરાયે તેનો ઉછેર કર્યો હતો. જો કે પછીથી તેના પિતા તેને વિશાખાપટ્ટનમના ચોડાવરમ લાવ્યાં હતાં. તેણે જણાવ્યું કે તેના કાકાનું નામ આદિત્યરાય છે.

સંગીતે તેમ પણ જણાવ્યું કે પરિવારે ધીમે ધીમે તેના જન્મ સાથે સંબંધિત પૂરાવાઓનો નાશ કરી દીધો.  27 વર્ષ સુધી અલગ રહ્યાં બાદ હવે તે તેની માતા સાથે રહેવા માંગે છે. તેણે વધુમાં જણાવ્યું કે તેની માતાએ 2007માં અભિષેક સાથે લગ્ન કર્યા હતાં પરંતુ હવે તેઓ એકબીજાથી અલગ રહે છે.

Related posts

રાજ્યની આ બેઠકો પર કોંગ્રસની હાર માટે કાર્યકરોની નિષ્ક્રીયતા અને આંતરિક વિખવાદ જવાબદાર

Nilesh Jethva

બોલિવુડના આ અભિનેતાએ ભાજપની જીત પર ખાધી 5 કસમો, જાણો

Mansi Patel

શું આ બેઠક પર કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી? કોણ રહ્યું કોંગ્રસનું વિભીષણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!