GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

રાજકોટ જિલ્લાના ઉપલેટાનાં મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ થયો. ઉપલેટાના ગણોદ ગામે વેણુ-2 ડેમ ઓવરફલો થતાં ગણોદ ગામના નેસડામાં રહેતા ચારથી પાંચ લોકો ફસાયા હતા. વેણુ 2 ડેમ ઓવરફલો થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. ઉપલેટાની મામલતદાર કચેરી તથા અન્ય અધિકારીઓએ તાત્કાલીક કાર્યવાહી કરી નેસડામાં રહેતા લોકોને બચાવ્યા હતા.

જામરાવલ બેટમાં ફેરવાયુ

જામરાવલ પંથકમાં ભારે વરસાદથી પરિસ્થિતિ ગંભીર બની છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. તો જામરાવલની પોલીસ ચોકી પણ પાણીમાં ગરકાવ થઇ ગઇ છે. એચ.જી.હાઇસ્કુલમાં પણ ચોતરફ પાણી જોવા મળ્યા છે. હાલમાં આખેઆખું જામરાવલ હાલમાં બેટમાં ફેરવાયુ છે. મોચીબજારમાં પણ પૂર જેવી સ્થિતની વચ્ચે જામરાવલવાસીઓ ભયમાં રાત ગુજારવા મજબૂર બન્યા છે.

READ ALSO

Related posts

હવે અવાજથી કોરોનાની તપાસ કરશે BMC, 1 હજાર દર્દીઓ ઉપર કરાશે ટ્રાયલ

Mansi Patel

VIDEO: સ્વિમીંગ પૂલમાં કૂદકો મારતાની સાથે યુવતીની પોલ ખુલી ગઈ, કૂદકો મારવા ગઈ ત્યાં નકલી વાળ હવામાં ઉડી ગયા

Pravin Makwana

કોરોનાનો આતંકઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1078 પોઝિટિવ કેસ સાથે મૃત્યુઆંક 25

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!