GSTV
Home » News » પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવા ભારતનો મોટો નિર્ણય, હવે આ સિસ્ટમ ગોઠવશે

પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવા ભારતનો મોટો નિર્ણય, હવે આ સિસ્ટમ ગોઠવશે

પાકિસ્તાને ભારતીય સરહદમાં ડ્રોનથી હથિયારો મોકલવાના નવા ગતકડા શરૂ કર્યા છે. જે ભારતીય સુરક્ષાદળો માટે ચિંતાનો વિષય છે. જો કે બીએસએફ દ્વારા ઓછી ઉંચાઇ પર ઉડનારા આ ડ્રોનનો તોડ પણ શોધી લેવામાં આવ્યો છે. આ માટે બીએસએફ એન્ટી ડ્રોન સિસ્ટમ ખરીદવા જઇ રહ્યું છે.

પાકિસ્તાનથી આવનારા ડ્રોનનો મુકાબલો કરવા માટે બીએસએફએ એન્ટી ડ્રોન સિસ્ટમ ખરીદવાનો નિર્ણય કર્યો છે.. ચાલુ મહિને બીએસએફની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો. જેને લઇને એક ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું છે..

બીએસએફ 10 કિલોમીટર રડારમાં કોઇ ડ્રોનને ટ્રેક કરવાની ક્ષમતા ધરાવતી એન્ટી ડ્રોન સિસ્ટમ ઇચ્છે છે.. જે 360 ડિગ્રીથી કામ કરીને દિવસ-રાત સરહદ પર નજર રાખી શકે. હવે પાકિસ્તાન સાથેની સરહદ પર ભારતીય વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળે તોડી પાડવામાં આવશે. સુરક્ષા દળોને 1000 ફૂટની ઉંચાઇ પર ઉડનારા ડ્રોનને તોડી પાડવાની મંજૂરી આપી દેવાઇ છે.

તાજેતરમાં જ પાકિસ્તાની સેનાની મદદથી આતંકવાદી સંગઠનોએ ડ્રોન મારફત પંજાબમાં હથિયારો. ડ્રગ્સ અને નકલી ચલણી નોટ સપ્લાઇ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબ સરહદે 10 જેટલા ડ્રોન જોવા મળવાની ઘટના સામે આવી હતી. જે બાદ સમગ્ર પંજાબમાં હાઇએલર્ટ આપવામાં આવ્યું. સુરક્ષાદળો દ્વારા આ મામલે ઠેર ઠેર સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતુ.

READ ALSO

Related posts

વિજળીના તાર પર ચઢી ગયો યુવાન, નીચે ઉતારવા પહોંચ્યું ટ્રેનનું એન્જિન, વીડિયો વાયરલ

NIsha Patel

લોકો હવે ઘર કે હોટલમાં નહીં પણ એ જગ્યાએ સેક્સ કરવાનું પસંદ કરે છે જ્યાં હોય છે લોકોની ભીડ, ફોરપ્લેમાં તો…

Arohi

સીએમ પદ માટે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખનાર શિવસેના ફસાઈ, કોંગ્રેસ અને એનસીપીની આ છે શરતો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!