GSTV

વિશ્વમાં કુલ 2817 લોકો પાસે એક અબજથી વધારેની સંપત્તિ, મુકેશ અંબાણી ટોપ ટેનમાં

ભારતમાં ૨૦૧૯માં દર મહિને ત્રણથી વધુ ડોલર બિલિયનર્સ ઉમેરાયા જેના કારણે દેશમાં ડોલર બિલિયનર્સની સંખ્યા વધીને ૧૩૮ થઇ ગઇ છે તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. એટલે કે ૨૦૧૯મા દર મહિને જે લોકોની સંપત્તિ એક અબજ ડોલર કે તેથી વધારે છે તેવા લોકોની સંખ્યા ત્રણથી વધારે વધી અને એક અબજ ડોલર કે તેથી વધારે સંપત્તિ ધરાવતા લોકોની કુલ સંખ્યા ૧૩૮ થઇ ગઇ છે.

અમીરોમાં ચીન અને અમેરિકા પ્રથમ ક્રમે

ચીન ૭૯૯ અને અમેરિકા ૬૨૬ ડોલર બિલિયનર્સની સાથે પ્રથમ અને બીજા ક્રમાંકે છે. ૨૦૧૯માં ભારતમાં નવા ૩૮ ડોલર બિલિયનર્સ ઉમેરાયા હતાં. ભારતમાં ૬૭ અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી પ્રથમ ક્રમે છે. દર કલાકે મુકેશ અંબાણીની સંપત્તિમાં સાત કરોડનો વધારો થઇ રહ્યો છે.

વિશ્વમાં કુલ 2817 લોકો પાસે એક અબજથી વધારેની સંપત્તિ

હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ, ૨૦૨૦ના અનુસાર વિશ્વમાં કુલ ૨૮૧૭ લોકો એવા છે જેમની પાસે એક અબજ ડોલરથી વધારે સંપત્તિ છે. ૨૦૧૯માં સમગ્ર વિશ્વમાં ડોલર બિલિયનર્સની સંખ્યામાં ૪૮૦નો વધારો થયો છે. ચીનમાં દર સપ્તાહમાં ત્રણથી વધારે અને ભારતમાં દર મહિને ત્રણથી વધારે ડોલર બિલિયનર્સ ઉમેરાયા હતાં. ભારતના ૧૩૮ ડોલર બિલિયનર્સ પૈકી મુંબઇમાં ૫૦, નવી દિલ્હીમાં ૩૦, બેંગાલુરુમાં ૧૭ અને અમદાવાદમાં ૧૨ ડોલર બિલિયનર્સ છે.

મુકેશ અંબાણી 9માં ક્રમે

વૈશ્વિક યાદીમાં ૬૭ અબજ ડોલરની સંપત્તિ સાથે મુકેશ અંબાણી ૯મા ક્રમે છે. આ યાદીમાં ૧૪૦ અબજ ડોલરની સંપત્તિ સાથે એમેઝોનના જેફ બેઝોસ પ્રથમ ક્રમે છે. ભારતની યાદીમાં મુકેશ અંબાણી પછી ૨૭ અબજ ડોલર સાથે એસપી હિંદુજા પરિવાર, ૧૭ અબજ ડોલર સાથે ગૌતમ અદાણી ત્રીજા ક્રમે છે. ચોથા ક્રમે શિવ નાદાર અને પાંચમા ક્રમે લક્ષ્મી મિત્તલ છે.

READ ALSO

Related posts

કોરોના: આગામી 3 દિવસો સુધી સજ્જડ બંધ રહેશે ઈન્દોર, નહી મળે જરૂરિયાતનો સામાન

Karan

લોકડાઉન: જાણો સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલના વેચાણની શું છે સ્થિતિ : મોદી સરકારના 2 લાખ કરોડ રૂપિયા બચશે

pratik shah

લોકડાઉનનો પિરીયડ વધવા મામલે સરકારે કરી મોટી જાહેરાત, જાણી લો ક્યાં સુધી દેશ રહેશે લોકડાઉન

Karan
Do NOT follow this link or you will be banned from the site!