GSTV

વીણા મલિક-અશ્મિત પટેલથી લઈને પુનીત-બંદગી સુધી, Bigg Bossના ઘરમાં ખુલ્લેઆમ આશિકી કરતાં દેખાયા હતા સ્ટાર્સ

બિગ બોસ’ની 13 મી સીઝનની જાહેરાત થઈ ચૂકી છે. આ વિવાદાસ્પદ ટીવી રિયાલિટી શો 29 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. આ શો ઝઘડાઓની સાથે સાથે અફેર્સ વિશે ઘણો ચર્ચામાં રહે છે. ઘણી વાર એવું પણ બને છે કે આ ઘરમાં રહેતા સ્પર્ધકો કેમેરાની સામે પ્રેમ કરતા જોવા મળે છે. કેટલીકવાર આ શોમાં ભાગ લેનારા ફક્ત હેડલાઈન્સમાં રહેવા માટે આવું કરે છે, તો પછી ઘણાની લવ સ્ટોરી લગ્ન સુધી પહોંચી ગઈ છે. આજે અમે એવા કપલ્સ વિશે જણાવી રહ્યાં છે જેમણે કેમેરાની અવગણના કરીને આ ઘરમાં ખૂબ રોમાંસ કર્યો છે.

‘બિગ બોસ 11’ની  સિઝનમાં પુનિશ શર્મા અને બંદગી કાલરા ચર્ચામાં રહ્યા હતા. આ કપલ્સ ઘણીવાર બિગ બોસના ઘરમાં એકબીજાની ખૂબ નજીક દેખાયા હતા.

એ સિઝનમાં,  આ જોડી શરૂઆતથી જ તેમના બોન્ડિંગને કારણે ચર્ચામાં રહી હતી. ઘણી વાર ઘરની અંદરથી તેની આવી તસવીરો આવી હતી જેને સેન્સર કરવી પડતી હતી. સલમાને એકવાર તેમને ચેતવણી આપી હતી.

કીથ અને રોશેલ રાવ બિગ બોસ 9માં દેખાયા હતા. આ બંને ઘરમાં આવતા પહેલાં જ રિલેશનશીપમાં હતા. ઘરમાં ઘણીવાર તેમના સંબંધને લઈ ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા પરંતુ તેમણે તેને બેલેન્સ કરી લીધો હતો. બિગ બોસનાં ઘરમાંથી બહાર આવ્યાનાં થોડા સમય બાદ આ જોડીએ લગ્ન કરી લીધા હતા.

‘બિગ બોસ’ની 8 મી સિઝનમાં અભિનેત્રી કરિશ્મા તન્ના અને અભિનેતા ઉપેન પટેલની જોડી પણ ચર્ચામાં રહી હતી. બિગબોસનાં ઘરમાંથી આ જોડીની ઘણી એવી તસવીરો સામે આવી હતી, જેણે શોની ટીઆરપી જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શોમાંથી બહાર આવ્યા પછી, આ જોડીએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. બાદમાં તેઓનું બ્રેકઅપ થઈ ગયુ હતુ. આ શોને કારણે કરિશ્મા તન્નાને ઘણો ફાયદો થયો હતો. તાજેતરમાં તે સંજુ ફિલ્મમાં પણ જોવા મળી હતી.

‘બિગ બોસ’ 8 ના હાઇલાઇટમાં ગૌતમ ગુલાટી અને ડાયંડ્રાની લવ સ્ટોરી હતી. શો દરમિયાન તે બંને ઘણી વાર કિસ કરતા પણ જોવા મળ્યા હતા. પરંતુ થોડા સમય પછી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું. એક ઇન્ટરવ્યુ દરમિયાન ગૌતમે આ સંબંધને તેની સૌથી મોટી ભૂલ ગણાવી હતી.

‘બિગ બોસ’ની 7 મી સિઝનમાં ગૌહર ખાન અને કુશલ ટંડનનો રોમાંસ ઘણો ચર્ચામાં રહ્યો હતો. બંને આ ઘરમાં ઘણી વાર ફ્લર્ટ કરતા જોવા મળ્યા હતા. શો દરમિયાન, જ્યારે કુશાલ ઘણીવાર તેનો ગુસ્સો દાખવતો દેખાતો, ત્યારે ગૌહર તેને દરેક પરિસ્થિતિમાં ટેકો આપતી હતી. શોમાંથી બહાર આવ્યાના થોડા સમય પછી જ બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું.

‘બિગ બોસ’ની 7 મી સિઝનમાં અરમાન કોહલી અને કાજોલની બહેન તનીષા પણ ઈશ્ક લડાવતા દેખાયા હતા. ઘણીવાર આ બંને એકસાથે કેમેરામાં કેદ થયા હતા. શોમાંથી બહાર આવ્યા બાદ બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા.

‘બિગ બોસ’ની ચોથી સીઝનમાં એવી ઘણી વસ્તુઓ બની જે ઘણી ચર્ચાનો વિષય બની હતી. આ શોની સ્પર્ધક અને પાકિસ્તાની અભિનેત્રી વીણા અને અશ્મિતનો આ શોમાં એવો રોમાંસ હતો કે દર્શકોના હોંશ ઉડી ગયા હતા. બંનેનો રોમાંસ સિઝન દરમિયાન લોકો માટે એક ચર્ચાનો વિષય રહ્યો હતો. ઘણીવાર બંને કેમેરા સામે કિસ કરતા જોવા મળ્યા હતા.

‘બિગ બોસ’ની બીજી સીઝનમાં પાયલ રોહતગી અને રાહુલ મહાજનના પ્રેમ પ્રકરણની ચર્ચા ચારેયતરફ થઈ હતી. આ બંનેના રોમાન્સથી શોને ઘણી ટીઆરપી પણ મળી હતી. રાહુલ અને પાયલનો સ્વિમિંગ પૂલનો રોમાંસ ઘણો ચર્ચામાં રહ્યો હતો. જ્યારે પણ બિગ બોસની વાત કરવામાં આવે છે ત્યારે આ જોડીની વાત ચોક્કસપણે થાય છે.

અનુપમા અને આર્યને જ ‘બિગ બોસ’નાં ઘરમાં રોમાંસ અને પ્રેમનો પાયો નાખ્યો હતો. આ કપલ ‘બિગ બોસ’ની પ્રથમ સીઝનમાં સ્પર્ધક તરીકે આવ્યું હતું. જેઓ સૌથી પહેલા ખચકાટ વિના કેમેરાની સામે રોમાંસ કરતા દેખાયા હતા.

READ ALSO

Related posts

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો પરની પેટા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ, 8 બેઠકો પર કુલ 81 ઉમેદવારો મેદાને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!