GSTV

જગતભાઇએ અમદાવાદમાં રહેવા માટે અમેરિકા જઇને ગ્રીનકાર્ડ પાછું આપી દીધું, માતા-પિતા રહે છે US

Last Updated on January 10, 2019 by Karan

મારા માતા પિતા છેલ્લા ૪૦ વર્ષથી અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રહે છે. હું પણ છેલ્લા ૩૬ વર્ષથી અમેરિકાનું ગ્રીનકાર્ડ ધરાવું છે તેમ છતાં મારે ભારતમાં જ રહેવું હોવાથી જુન ૨૦૧૭માં અમેરિકા જઇને મે મારુ ગ્રીનકાર્ડ પાછું આપી દીધું છે. ગ્રીનકાર્ડ પાછું આપી દીધું તેનો મને કોઇ જ અફસોસ નથી. આ શબ્દો અમદાવાદના પાલડી વિસ્તારની નવપદ સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષના યુવાન જગતભાઇ શાહના છે. અમેરિકાના વીઝા અને ગ્રીનકાર્ડ મેળવવા માટે રોજ સેંકડો લોકો લાઇનમાં ઉભા રહે છે. કેટલાક તો અમેરિકા જવા માટે એજન્ટોને ૪૦ થી ૫૦ લાખ રૂપિયા આપતા પણ ખચકાતા નથી. આવા સંજોગોમાં જગતભાઇએ પોતાનું ગ્રીનકાર્ડ જમા કરાવીને અમદાવાદમાં રહેવાનું પસંદ કર્યુ છે. પત્ની શ્રધ્ધાબહેન  અને ૮ વર્ષનો પુત્ર સત્વમ પણ  ગ્રીનકાર્ડ સરન્ડર કરીને અમદાવાદમાં રહેવાના જગતભાઇના નિર્ણયથી ખૂશ છે.

અમેરિકા સ્વર્ગ જેવું છે તે માન્યતા ખોટી છે 

ખુદ માતા પિતા અમેરિકામાં રહેતા હોવા છતાં શા માટે અમેરિકા સ્થાઇ ન થયા તે અંગે જગતભાઇ કહે છે જે મજા મને ભારતમાં, ખાસ કરીને અમદાવાદમાં છે તેવી બીજે કયાંય નથી. અમેરિકાના રોકાણ દરમિયાન હું અનેક લોકોને મળ્યો છું. તેમને પૈસા સારા મળતા હતા બાકી બીજું કોઇ જ સુખ ન હતું. ઘણા ટીકા કરે છે કે ભારતમાં ભ્રષ્ટાચાર ખૂબ હોવાથી નાગરિકોને સારી સુવિધા મળતી નથી. દુનિયાનો કોઇ દેશ સમસ્યા વગરનો નથી. આ સમસ્યા ઉકેલવીએ નાગરીકોના જ હાથમાં છે. ભારતમાં બધું જ ખરાબ નથી એ વિદેશમાં જઇએ ત્યારે સમજાય છે. મેં જોયું કે ત્યાં ઘણા લોકો માત્ર પૈસા માટે જ રહેતા હોય છે બાકી તેઓ ઇન્ડિયાનું ઘણું મીસ કરતા હોય છે. આથી મને લાગ્યું કે સ્વર્ગ માત્ર અમેરિકામાં જ છે એ સાચું નથી.મેં અમેરિકામાં રહેતા મારા માતા પિતાને પણ મારી વાત જણાવી છે. તેઓ પણ ભારતમાં કાયમી રહેવા માટે આવી જવાના છે.

ન્યૂયોર્કમાં માસ્ટર ઓફ સાયન્સનો સ્ટડી કર્યા પછી ૨૦૦૨માં ભારત ૫રત ફર્યા

જગતભાઇ કહે છે ‘અમદાવાદમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી ૨૦૦૦થી ૨૦૦૨માં અમેરિકા ગયો હતો. ન્યૂયોર્ક સ્ટેટ યૂનિવર્સિટીમાં એડમિશન મેળવી માસ્ટર ઓફ સાયન્સ ઇન મિકેનિકની ડિગ્રી મેળવી હતી. એ સમયે અમેરિકામાં માતા, પિતા, ડિગ્રી, ગ્રીનકાર્ડ અને સગા સંબંધીઓ બધું જ હતું તેમ છતાં હું અમદાવાદ પાછો આવી ગયો હતો. અમદાવાદમાં આવ્યા પછી વટવા, ઓઢવ ઇન્ડસ્ટ્રીઝમાં મેં મિકેનિકલ એન્જિયર તરીકે નોકરી મળી. ૨૦૦૭થી ૨૦૧૩માં અમદાવાદમાં એક જાણીતી સેલ્ફ ફાયનાન્સ એન્જિ. કોલેજના લેકચરર તરીકે જોડાયો ત્યાર પછી તેના મિકેનિકલ વિભાગનો હેડ પણ બન્યો હતો. છેલ્લા બે વર્ષથી આ નોકરી પણ છોડીને ફાયનાન્સમાં ઝંપલાવ્યું છે.

ગ્રીનકાર્ડ પછી છેલ્લા ૩૭ વર્ષમાં ૩૫ વખત અમેરિકા ગયો છું

જગતભાઇ કહે છે ધ૧૯૬૭માં મારા પિતા કુમારપાળભાઇ શાહ અમેરિકાની યૂનિવર્સિટી ઓફ મિસિસિપીમાં સ્ટ્રકચર એન્જિનિયરિંગની ડિગ્રી માટે ગયા હતા. તેઓ છેલ્લા ૪૦ વર્ષથી ન્યૂયોર્ક સિટીમાં સ્ટ્રકચર એન્જિનિયર છે. ૧૯૮૧માં હું માત્ર ચાર વર્ષનો હતો ત્યારે જ મને અને મારી મમ્મીને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળી ગયું હતું. જો કે મારા મમ્પી પપ્પાની ઇચ્છા હું અમદાવાદમાં રહીને અભ્યાસ કરું તેવી હતી. આથી મારો પ્રાથમિકથી માંડીને ગ્રેજ્યુએટ સુધીના સ્ટડી અમદાવાદમાં થયો હતો. જો કે મારા પેરન્ટ અમેરિકા હોવાથી ગ્રીનકાર્ડ મેળવ્યા પછી  ૩૫થી વધુ વાર અમેરિકા ગયો છું. મારા મમ્મી પપ્પા પણ અવાર નવાર અમદાવાદ મળવા આવતા હતા. જયારે આપણે ત્યાં સમર વેકશન અને દિવાળીની રજાઓ હોય ત્યારે મારા પેરન્ટસ મને અમેરિકા પણ લઇ જતા હતા. હું ભારતમાં સ્ટડી કરું છુ એ જાણીને અમેરિકામાં ગુજરાતીઓને ભારે નવાઇ લાગતી હતી. તેઓ ભારતની એજયૂકેશન સિસ્ટમ અંગે ટીકા કરીને છોકરો બગડી જશે એમ કહી માતા પિતાને ડરાવતા હતા.

Related posts

સરકાર બની ગઈ હોય તો હવે કામે લાગો: STના કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરી વિરોધ, આંદોલનના મૂડમાં છે કર્મચારીઓ

Pravin Makwana

જ્ઞાાતિવાદ /સૌરાષ્ટ્રમાં વધ્યો ‘પાટીદાર પાવર’, નવા મંત્રીમંડળમાં જૈન, બ્રાહ્મણ સહિત સવર્ણ અને અનુ.જાતિની ઉપેક્ષા

Bansari

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!