GSTV

ઓસ્ટ્રેલિયાના સમુદ્ર કિનારે ફસાઈ 270 વ્હેલ્સ, શું દુનિયા માટે છે ખતરાની ઘંટી

વ્હેલ અને ડોલફિંસ માછલીઓ સમુદ્ર કિનારે અવાર નવાર ફસાઈ જાય છે. પરંતુ આ સંખ્યાં જ્યારે વધારે હોય ત્યારે પરેશાનીરૂપ બની શકે છે. મરીન બાયોલોજિસ્ટ્સે ઓસ્ટ્રેલીયાના તસ્માનિયામાં મૈકેરી હાર્બર સમુદ્રકિનારા ઉપર 20 સપ્ટેમ્બરના રોજ આશરે 270 પાયલટ વ્હેલના ફસાયાની સૂચના મળી હતી. આ વ્હેલ માછલીઓ બચાવવા માટે મોટા પ્રમાણમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, ઓછામાં ઓછી 25 પાયલટ વ્હેલના મોત થઈ ચુક્યાં હતાં.

એરિયલ સર્વે કર્યાં બાદ લાગી રહ્યું હતું કે, આશરે 70 વ્હેલ ફસાયેલી છે, બાદમાં નજીક જઈને જોવા ઉપર તેની સંખ્યાનું અનુમાન આવ્યું. તસ્માનીયાના પ્રાથમિક ઉદ્યોગ, પાર્ક, જલ અને પર્યાવરણ વિભાગે કહ્યું કે વ્હેલ મૈકેરી હાર્બરના છીછરા પાણીમાં ત્રણ સમૂહોમાં ફસાયેલી હતી. મૈકેરી હાર્બર તસ્માનિયા રાજ્યની રાજધાની હોબાર્ટથી ઉત્તર પશ્વિમમાં 200 કિલોમીટર દુર આવી છે.

તસ્માનિયા પાર્ક એન્ડ વાઈલ્ડલાઈફ સર્વિસના ક્ષેત્રીય પ્રબંધક નિક ડેકાએ કહ્યું કે, તસ્માનિયાના સમુદ્ર કિનારે વ્હેલ ફસાયાની ઘટના કોઈ નવી કે અસામાન્ય ઘટના નથી. સામાન્ય રીતે બે કે ત્રણ સપ્તાહમાં એક વખત તસ્માનિયામાં ડોલ્ફિન અને વ્હેલના ફસાવાની ઘટના બને છે. પરંતુ આટલા મોટા સમૂહમાં માછલીઓ ફસાવવાની 10 વર્ષ બાદ થઈ છે. આ પહેલા આવી ઘટના 2009માં થઈ હતી.તે સમયે સમુદ્ર કિનારે 200 વ્હેલ ફસાયેલી જોવા મળી હતી. 2018માં પણ આવી જ એક ઘટનામાં ન્યુઝીલેન્ડના કિનારા ઉપર 100 પાયલટ વ્હેલોના મોત નીપજી ચુક્યાં હતાં.

પાયલટ વ્હેલ સમુદ્રી ડોલ્ફિનની એક પ્રજાતી છે જે 23 ફૂડ સુધી લાંબી હોઈ શકે છે. તેનું વજન 3 ટન સુધી હોઈ શકે છે.આ વ્હેલ સમુદ્રમાં યાત્રા કરે છે. તે સમુદ્રના તટ ઉપર પોતાના સમુહના એક લીડરને ફોલો કરે છે. સમૂહમાં કોઈના ઈજાગ્રસ્ત થવા ઉપર તેની આસપાસ આવી જાય છે. આવી રીતે સમુદ્રમાં વ્હેલમાં ફસાવવાનું કારણ જાણવા મળ્યું નથી. કેટલીક વખત એક વ્હેલ કિનારા ઉપર આવી જાય છે અને પછી તકલીફમાં બીજી વ્હેલની પાસે સંકેત મોકલે છે. આ સંકેતોને સાંભળીને માછલીઓ તેની આસપાસ આવવા લાગે છે અને ફસાઈ જાય છે.

વ્હેલ માછલીઓ અને ડોલફિંસના સમુદ્રી કિનારા ઉપર આવીને ફસાવાને સિટેસિયન સ્ટ્રૈડીંગ કહે છે. તેને બીચીંગ પણ કહેવામાં આવે છે. આ એક પ્રકારની આત્મહત્યાની પ્રક્રિયા છે. મોટાભાગની માછલીઓ સમુદ્રના કિનારા ઉપર આવ્યાં બાદ ફસાઈ જવાથી મોતને ભેટે છે. જો કે, બીચીંગ એટલે કે સમુદ્ર કિનારા ઉપર માછલીઓના ફસાવવાની પ્રક્રિયાને હજુ સુધી સમજી શકાઈ નથી. ક્યારેક માછલી ફસાઈ જાય છે તો તેને દુર્ઘટના કહે છે. પરંતુ સામૂહિક રીતે સમૂદ્ર કિનારા ઉપર આવવું તે સમજાઈ નથી રહ્યું.

મરીન બાયોલોજિસ્ટનું માનવું છે કે, તેનું કોઈ સ્પષ્ટ કારણ હજુ મળી આવ્યું નથી. તેના ઘણા કારણો છએ. સમુદ્રી જળનું તાપમાન વધવું, ક્લાઈમેટ ચેંજ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદુષણ. સૌથી મોટુ કારણ જણાવવામાં આવી રહ્યું છે ઈકોલોકેશન અને જિયોમૈગ્નિટક દુષ્પ્રભાવોના કારણે આ માછલી પોતાનું સોનાર સિસ્ટમ સારી રીતે ચલાવી નથી શકતી. નૌસૈનિક જહાજોના સોનારના કારણે આ માછલીઓ પોતાની દિશા ભટકે છે.

કેટલીક વખત મોટો ભુકંપ કે જ્વાળામુખી ગતિવિધોઓ થયા પહેલા સમુદ્રની અંદર અલગ પ્રકારની જિયોમૈગ્નેટિક લહેરો નિકળે છે. જે વ્હેલ અને ડોલફિંસના સોનાર સિસ્ટમને પ્રભાવિત કરી દે છે. તેનાથી આ માછલીઓ પોતાની દિશા નિર્ધારણ નથી કરી શકતી અને સમુદ્ર કિનારા તરફ આવીને ફસાઈ જાય છે. જો કે, તેની પુષ્ટી હજુ સુધી થઈ નથી. પરંતુ મોટાભાગે આવું જોવા મળ્યું છે કે, જ્યારે કોઈ મોટી આપદા આવવાની હોય જેવી કે, 2011માં જાપાન સુનામી, ત્યારે ન્યુઝીલેન્ડની આસપાસ ઘણી માછલીઓ સુનામી પહેલા જ સમુદ્ર કિનારે આવીને મોતને ભેટી હતી.

કેટલીક વખત બાળકને જન્મ દેવામાં આવતી તકલીફ થવાથી પણ માછલીઓ છીછરા પાણીમાં આવે છે. કેટલીક વખત શિકાર માટે આવે છે અને ફસાઈ જાય છે. સમુદ્રમાં ચાલનારા જહાજોની વચ્ચે કેટલીક વખત સોનારના માધ્યમથી સંદેશ મોકલવામાં આવે છે. આ સોનાર સંદેશ વ્હેલ્સ અને ડોલફિંસના દિશા નિર્ધારણ કરનારા સિસ્ટમને પ્રભાવિત કરે છે.

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah

સુરત ખાતે ફોર વ્હીલ કાર લઈને ચેઇન સ્નેચિંગ કરવા આવતા શખ્સની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!