GSTV

15મીએ ખૂલશે સ્કૂલો, આ રાજ્યમાં 2 સ્કૂલના 27 વિદ્યાર્થીઓેને લાગ્યો કોરોનાનો ચેપ

Last Updated on October 6, 2020 by

કેન્દ્ર સરકારે 15 ઓક્ટોબરથી સ્કૂલો શરુ કરવા માટે મંજૂરી આપતી ગાઈડલાઈન બહાર પાડી છે પણ વાલીઓમાં પોતાના બાળકોને કોરોનાનું સંક્રમણ લાગશે તેવો ભય યથાવત છે. ગુજરાતમાં પણ સ્કૂલો ક્યારથી ચાલુ કરવીતેની વિચારણા ચાલી રહી છે. તે વચ્ચે હાલમાં જે રાજ્યોએ સ્કૂલો ચાલુ કરી તેમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ મળી આવવાની સમસ્યા વધી છે.

સ્કૂલો કેવી રીતે ખોલવી તે સવાલ પણ ઉભો થઈ શકે

આંધ્રપ્રદેશના વિજયનગરમાં બે સરકારી સ્કૂલોના 27 વિદ્યાર્થીઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. આ કિસ્સા બાદ સ્કૂલો કેવી રીતે ખોલવી તે સવાલ પણ ઉભો થઈ શકે છે. મળતી વિગતો પ્રમાણે આ બંને સરકારી હાઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓને તેમના ભણતર અંગેના ડાઉટ ક્લિયર કરવા માટે બોલાવવામાં આવી રહ્યા છે.

27 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થતા તેમના વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો

હવે 27 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થતા તેમના વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગ પર વાલીઓ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે, સ્કૂલમાં તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. પહેલી વખત સ્કૂલ આવનારા વિદ્યાર્થીઓનો ટેસ્ટ પણ કરાય છે. શક્ય છે કે, તેમને બહારથી સંક્રમણ લાગ્યું હોય. અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે હવે રાજ્ય સરકારે આ કિસ્સા બાદ સ્કૂલો ખોલવાની તારીખ પાછી ઠેલીને 2 નવેમ્બર કરી દીધી છે.

READ ALSO

Related posts

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari

ફટાફટા ચેક કરો / WhatsApp પર આવી રીતે રિકવર કરી શકો છો ડિલીટ મેસેજ, ખૂબ જ આસાન છે પ્રોસેસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!