GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

શિવસેનાને મોટો ઝાટકો:મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં પાર્ટીના 26 કોર્પોરેટર અને 300 કાર્યકર્તાઓના રાજીનામા

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં શિવસેનાને મોટો ઝાટકો લાગ્યો છે. પાર્ટી સાથે જોડાયેલાં 26 કોર્પોરેટ અને લગભગ 300 કાર્યકર્તાઓની સાથે મળીને પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને રાજીનામા મોકલી દીધા છે. આ તમામ નેતાઓએ ટિકિટ વ્હેંચણીને લઈને નારાજ થઈને આ પગલું ઉઠાવ્યું છે. હવે મતદાનમાં માત્ર થોડાં જ દિવસો બાકી છે.

288 સીટ પર થશે મતદાન

રાજ્યની 288 વિધાનસભા સીટ પર 21 ઓક્ટોબરે મતદાન થવાનુ છે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા એક સપ્તાહ પહેલાં જ પૂર્ણ થઈ છે પરંતુ ટિકિટ વ્હેંચણીને લઈને નેતાઓ અને કાર્યકર્તાઓની નારાજગી દૂર નથી થઈ રહી. બુધવારે ઠાણેમાં શિવસેનાના 26 કોર્પોરેટરે પોતાની નારાજગી વ્યક્ત કરી અને પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરેને પોતાના રાજીનામા મોકલી દીધા હતા.

બળવાખોર નેતા બન્યા મોટો પડકાર

આ કોર્પોરેટરની સાથે લગભગ પાર્ટીના 300 કાર્યકર્તાઓએ પણ પોતાને પક્ષથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બળવાખોર નેતા ભાજપ અને શિવસેના એમ બંને માટે પડકારરૂપ છે. બંને પાર્ટીને 30 જેટલી સીટ પર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

  • મહારાષ્ટ્રમાં મતદાન પહેલાં શિવસેનાને ઝાટકો
  • પાર્ટી સાથે જાડાયેલાં ૨૬ કોર્પોરેટર અને ૩૦૦ કાર્યકર્તાઓના રાજીનામા
  • ટિકિટ વ્હેંચણીને લઈને નારાજગી દાખવી રાજીનામા આપ્યાં
  • રાજીનામું આપનારા પૂણેના કોર્પોરેટર
  • મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠક પર ૨૧મીએ મતદાન
  • ભાજપમાં પણ ટિકિટ વ્હેંચણીથી જાવા મળી રહ્યો છે અસંતોષ
  • બંને પાર્ટીને ૩૦ જેટલી સીટ પર વિરોધીઓનો સામનો કરવો પડી રહ્યો છે

Read Also

Related posts

શ્રેય હોસ્પિટલમાં સર્જાયેલા અગ્નિકાંડ મામલે મુખ્ય ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ

pratik shah

દિવાળી સુધી શાળાઓ નહીં ખૂલે: 58 ટકા વાલીઓ કરી રહ્યા છે ઈનકાર, અનલોક-4માં પણ રહેશે પ્રતિબંધ

Mansi Patel

આ છે દુનિયાનો જોખમી રોગ, આ 9 લક્ષણોને અવગણશો તો ટ્રાન્સપ્લાન્ટ સિવાય નહીં બચે ઉપાય

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!