GSTV
Uncategorized

મોતિયાના ઓપરેશન/ 300માંથી 26 લોકોએ ગુમાવી બે આંખ, ઇન્ફેક્શન વધતાં તો આટલા લોકોની આંખો કાઢી નખાઈ

બિહારના મુઝ્ઝફરપુરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં મોતિયાના ઓપરેશન દરમિયાન 26 લોકોએ એક આંખની રોશની ગુમાવી છે. મળતી વિગતો પ્રમાણે મુઝ્ફરપુર આઈ હોસ્પિટલમાં મોતિયાનો ઓપરેશનનો મફત કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 300 થી વધારે દર્દીઓએ સારવાર લીધી હતી.

જોકે 26 લોકોએ પોતાની એક આંખની રોશની ગુમાવી દીધા બાદ હોબાળો મચી ગયો છે. આ કેસમાં સિવિલ સર્જન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે આંખની રોશની ગુમાવનારા દર્દીઓના સ્વજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. એ પછી હોસ્પિટલ દ્વારા વધારે સારી સારવારના નામે આ 26 દર્દીઓને પટણા મોકલી દેવાયા છે.

આ સમય દરમિયાન 26 માંથી ચાર દર્દીઓની એક આંખ પણ કાઢી નાંખવામાં આવી છે. ડોકટરોનું કહેવું છે કે, ઈન્ફેક્શન થઈ જવાના કારણે આંખ કાઢવી જરુરી હતી. અન્ય દર્દીઓની પણ આંખ કાઢવી પડે તેવી સ્થિતિ છે. ત્યારે આ બાબતને લઈને દર્દીના પરિવારજનોમાં નારાજગીનો માહોલ ફેલાયો છે.

Read Also

Related posts

કયું શાક છે જે ખાવામાં તો વપરાય છે સાથે બલિ પણ ચઢાવવામાં આવે છે ?

Padma Patel

ગુજરાતે મને જે સંસ્કાર આપ્યા છે,એ આ કોંગ્રેસવાળાને ખટકે છે! પીએમ મોદીના આકરા પ્રહાર

pratikshah

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.3 ટકા રહી જીડીપી, ગતિ કેમ ધીમી પડી?

Kaushal Pancholi
GSTV