GSTV
India News Trending Uncategorized

26મી જાન્યુઆરી/ ઇંગ્લેન્ડ અને ફ્રાંસના વડાઓ સૌથી વધુ ભારતના મહેમાન બન્યા, આ વર્ષે આ દેશના પ્રેસિડન્ટ છે મુખ્યમહેમાન

૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની દિલ્હીમાં સૌથી શાનદાર ઉજવણી થાય છે. આ રાષ્ટ્રીય પર્વમાં દર વખતે વિદેશી વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે જે તે દેશમાં ઉંચો હોદો સંભાળતા મહાનુભાવને આમંત્રણ આપવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે નિયમ મુજબ 6 મહિના પહેલા નામ નકકી થાય છે અને હેડ ઓફ સ્ટેટને આમંત્રણ મોકલવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસની ભવ્ય પરેડ સહિતની ઉજવણી માટે આ વર્ષે ઇગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોનસનને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ ઇગ્લેન્ડમાં કોરોનાના નવા સ્ટ્રેનનું સંક્રમણ વધવાથી બદલાયેલા સંજોગોમાં જોનસને ૨૬ મી જાન્યુઆરીની ઉજવણીમાં ભારત આવવાના નથી. જો કે જોનસન હાજર રહયા હોત તો તે બ્રિટનના ૬ઠા મુખ્ય મહેમાન હતા. ૧૯૫૦થી અત્યાર ઇંગ્લેન્ડ અને ફ્રાંસના વડાઓએ સૌથી વધુ પાંચ વાર ભાગ લીધો છે.

જોનસનના સ્થાને સૂરિનામ દેશના ભારતીય મૂળના પ્રેસિડેન્ટ ચંદ્રીકાપ્રસાદ સંતોષી હાજર રહેવાના છે. અગાઉ ૧૯૯૭માં ત્રિનિદાદ અને ટોબેગોના ભારતીય મૂળના વડાપ્રધાન બાસુદેવ પાંડે ૨૬ મી જાન્યુઆરીએ મુખ્ય મહેમાન રહયા હતા. ૧૯૫૦માં ભારતનો પ્રથમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ ત્યારે ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ સુકાર્ણો મુખ્ય મહેમાન તરીકે હાજર રહયા હતા. ૧૯૫૨ અને ૧૯૫૩ અને ૧૯૬૬ના પ્રજાસત્તાક દિને કોઇ પણ વિદેશી વડાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ૧૯૫૪માં ભુટાન નરેશ જીગ્મે વાંગ્ચૂક મહેમાન બન્યા હતા. જીગ્મે દોરજી વાંગ્ચુક નવાઇની વાત તો એ છે કે ૧૯૫૫માં પાકિસ્તાનના ગર્વનર જનરલ મલીક ગુલામ મોહંમદને ૨૬ મી જાન્યુઆરીની ઉજવણીમાં આમંત્રણ અપાયું હતું. ભારતને દાયકાઓ સુધી ગુલામ રાખનારા બ્રિટન દેશના મહારાણી એલિઝાબેથ ૧૯૬૧માં ભારતના પ્રજાસત્તાક પર્વનો અનુભવ કર્યો હતો.

પ્રજાસત્તાક દિવસે ફ્રાંસ અને બ્રિટનને મળેલા આમંત્રણ

 • ફાંસ
 • વર્ષ મહેમાનનું નામ
 • ૧૯૭૬ જેકસ ચિરાક – વડાપ્રધાન
 • ૧૯૮૦ વાલેરી ગિસકાર્ડ રાષ્ટ્રપતિ
 • ૧૯૯૭ જેકસ ચિરાક – રાષ્ટ્રપતિ
 • ૨૦૦૮ નિકોલસ સરકોજી રાષ્ટ્રપતિ
 • ૨૦૧૬ ફેન્કોઇ ઓલાદે રાષ્ટ્રપતિ
 • બ્રિટન
 • વર્ષ મહેમાનનું નામ
 • ૧૯૫૬ ચાન્સેલર- આર એ બટલર
 • ૧૯૫૯ પ્રિંસ ફિલિપ
 • ૧૯૬૧ રાણી એલિઝાબેથ દ્વીતિય
 • ૧૯૬૪ લોર્ડ લૂઇસ માઉન્ટ બેટન – ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ
 • ૧૯૯૩ જોહન મેજર -વડાપ્રધાન

વર્ષ ૧૯૬૫માં ૨૬ મી જાન્યુઆરીના પર્વની ઉજવણીમાં પાકિસ્તાનના ફૂડ અને એગ્રીકલ્ચર મીનિસ્ટર રાણા અબ્દૂલ હમીદ હાજર રહયા હતા જયારે ૧૯૬૬માં કોઇને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ૧૯૭૪માં દક્ષિણ કાંઠે પાડોશી દેશ શ્રીલંકાના લોકપ્રિય વડાપ્રધાન શિરિમાવો ભંડારનાયકે ૨૬ મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વ પ્રસંગે ભારત પધાર્યા હતા. ૧૯૪૭માં ભાગલા પછી પાકિસ્તાને જમ્મુ કાશ્મીર પર ચડાઇ કરીને કાશ્મીરનો કેટલોક ભાગ પચાવી પાડયો હતો. રકતરંજીત ભાગલા પડતા લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા. પાકિસ્તાન બન્યું ત્યારથી તેની સાથે સંબંધો સારા રહયા નથી. ૧૯૫૮માં ચીનના માર્શવ યે ઝીનયાંગ પણ મહેમાનગતિ માણી ચૂકયા છે. ૧૯૭૯માં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માલ્કમ ફેસર અતિથિ બન્યા હતા.

૨૦૦૭માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પૂટિન અને ૨૦૧૫માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ ૨૬ મી જાન્યુઆરીની પરેડ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ સાથે જ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ બનનારા પ્રથમ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા. ૧૯૫૦ થી ૨૦૨૧ સુધીમાં કુલ ૮૧ દેશોના વડા કે પ્રતિનિધિ ભારતના પ્રજાસત્તાક દિવસમાં મહેમાન બન્યા છે. વર્ષ ૨૦૧૮માં બ્રુનેઇ, ઇન્ડોનેશિયા, લાઓસ, કંબોડિયા, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ. સિગાપોર અને વિયેટનામ એમ કુલ ૧૦ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Read also :

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV