GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સુરતમાં કોરોના બન્યો બેકાબુઃ છેલ્લા 24 કલાકમાં 254 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં મોખરે

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અનલોક-2 બાદ રાજ્યમાં કોરોનાના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે અનલોક-2ના પાંચમાં દિવસે રાજ્યમાં એક દિવસમાં નોંધાતા આંકડાઓમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાતા કેસોનો આંકડો 725 પર પહોંચી ગયો છે. આજે પણ સુરતે અમદાવાદને પાછળ રાખી પોઝિટિવ કેસમાં મોખરે રહ્યુ છે. આજે સુરતમાં સૌથી વધારે 254 કેસ નોંધાયા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 725
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 36123
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18 લોકોનાં મૃત્યુ
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 486
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 25900
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 8278

આજદિન સુધીમાં કુલ 1945 લોકોના મોત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 725 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 18 દર્દીઓના મોત થયાં છે. જેમાં અમદાવાદમાં 9, સુરતમાં 6, જામનગરમાં, ગાંધીનગર ખેડામાં 1-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 1945 લોકોના મોત થઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ પૈકી સુરતમાં સૌથી વધુ 254 કેસ નોંધાયા છે. સાથે જ અમદાવાદમાં 177 કેસ અને વડોદરામાં 64 કેસ નોંધાયા છે.

72 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર

ગુજરાતમાં Coronaના રેકોર્ડબ્રેક કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજ્યમાં Coronaના રેકોર્ડબ્રેક 725 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 18 દર્દીઓના મોત થયા છે. જેમાંથી અમદાવાદમાં 9, સુરતમાં 6, જામનગર, ગાંધીનગર અને ખેડામાં 1-1 દર્દીના મોત થયા છે. તો રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1945 લોકોના મોત થઇ ચૂક્યા છે. તો છેલ્લા 24 કલાકમાં 486 દર્દીઓ સાજા થયા છે. જે મળીને અત્યારસુધીમાં ગુજરાતમાં કુલ 25 હજાર 900 લોકો સાજા થયા છે. જ્યારે રાજ્યમાં હાલમાં 8206 કોરોનાના દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 72 લોકોની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 4 લાખ 12 હજાર 124 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

વડોદરામાં આજે 64 કેસ નોંધાયા

વડોદરામાં આજે 64 નવા કેસો નોંધાયા છે. આ કેસો કારેલીબાગ, વાઘોડીયારોડ, ચોખંડી, માંજલપુર, કલાલી, વાડી, અટલાદરા, મકરપુરા, ડભોઇ રોડ, તરસાલી, ફતેપુરા, ગોરવા, નવાપુરા, દંતેશ્વર, માંડવીમાં નોંધાયા છે. તો ગ્રામ્યમાં પાદરા, દશરથ, બાજવા, શિનોર, ધનીયાવી, ડભોઇમાં નોંધાયા છે.

READ ALSO

Related posts

ડુંગળી બાદ કાપડ એક્સપ્રેસ દ્વારા બાંગ્લાદેશમાં ગુજરાતનું કાપડ, કેમિકલ પહોંચશે

Karan

કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર, પાક વીમાના ભ્રષ્ટાચાર મામલે કરી રજૂઆત

pratik shah

કોંગ્રેસી નેતાઓએ ખુબ સમજાવ્યા છતાં રાહુલ ગાંધી ન થયા ટસના મસ, કોંગ્રેસ અધ્યક્ષ પદ હજુ અધ્ધરતાલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!