GSTV
Gujarat Government Advertisement

બોગસ જાહેરાત : વર્ક ફ્રોમ હોમ માટે 2520 જગ્યાઓ, સરકારે જાહેર કરી ચેતવણી જો જો છેતરાતા નહીં

Last Updated on October 17, 2020 by Mansi Patel

ગુજરાત એમ્પ્લોયમેન્ટ સર્વિસના નામે સરકારી નોકરીમાં ભરતી કરવામાં આવી રહેલી બનાવટી જાહેરાતોના માધ્યમથી લોકોને છેતરવામાં આવતા હોવાની ચેતવણી ગુજરાત સરકાર તરફથી જ આજે આપવામાં આવી છે. રોજગાર અને તાલીમ કચેરી દ્વારા દરેક અરજદારોને આ પ્રકારની માહિતીને આધારે નોકરી મેળવવા માટે સક્રિય થતાં પૂર્વે ચેતતા રહેવાની સૂચના આપી છે.

બનાવટી જાહેરાતથી ન છેતરાવા લોકોને અપીલ

બનાવટી જાહેરાતથી ન છેતરાવા લોકોને અરજી કરવાની ના પાડવામાં આવી રહી છે. બીજું, સરકારી નોકરી અપાવવાનું પ્રલોભન આપીને કોઈને છેતરવાની કામગીરી ન કરવામાં આવે તે માટે આ જાહેરાત કરવામાં આવી રહી છે. પંદરમી ઓક્ટોબરના વિવિધ વર્તમાન પત્રોમાં આ જાહેરાત પર્ગટ કરવામાં આવી હતી. ગુજરાત એમ્પ્લોયમેન્ટ સર્વિસિસ, સેક્ટર -2 ગાંધીનગરને નામે આ અરજી કરવામાં આવી છે. આ જાહેરાતમાં વર્ક ફ્રોમ હોમની 2520 નોકરી મોજૂદ હોવાનો ઉલ્લેખ કરીને નોકરી મેળવવા ઇચ્છતા લોકોને લલચાવવામાં આવ્યા છે. આ અરજી માટે રૂા.300ની ફી ભરવા પણ જણવવામાં આવ્યું છે. રોજગાર અને તાલીમ કચેરી દ્વારા પણ યુવાનોને આ છેતરપિંડી ન થાય તે માટે ચેતતા રહેવા સૂચના આપી છે.

શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કવાયત હાથ ધરાઈ

ગુજરાતના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા પણ આ છેતરામણી જાહેરાતથી ભોળવાઈ ન જવા યુવાનોને સતર્ક કરવાની કવાયત હાથ ધરી છે. કથિત જાહેરાતમાં બિઝનેસ ડેવલપમેન્ટ ઑફિસર, કસ્ટમર સર્વિસ ઑફિસર, જિલ્લા ઓફિસર, કોમ્પ્યુટર ઓપરેટર, ડેટા એન્ટ્રી ઓપરેટર અને રાઈટરની જગ્યાઓ ખાલી હોવાનું કથિત જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે. ગુજરાત એમ્પ્લોયમેન્ટ સર્વિસિસના નામે કરવામાં આવેલી આ જાહેરાતને માનીને અરજી કરનારા ઉમેદવારો પાસેથી રૂા. 8500થી માંડીને રૂા. 25,500 મંગાવવામાં આવ્યા છે. તેમાં આપવામાં આવેલા એડ્રેસ પર કોઈ જ હાજર ન હોવાનું જણાતા અરજદારોને ચેતવવામાં આવ્યા છે. શ્રમ અને રોજગાર વિભાગે ડિરેક્ટોરેટ ઑફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગે આ મુદ્દે ભરતી કરવાનો દાવો કરતી એજન્સી સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

Gujarat Government Advertisement

Related posts

વટવા જીઆઇડીસી ખાતે શરૂ કરાયો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર’ પ્લાન્ટ, 100% વેસ્ટ વોટરના નિકાલની પરિકલ્પના સિદ્ધ થશે

Pritesh Mehta

ખુલાસો / બીજે વાટલિંગ બાદ વધુ એક દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન, જાણો ક્યારે લઇ શકે છે સંન્યાસ!

Dhruv Brahmbhatt

રસીકરણ/ રાજ્ય સરકારે આપી ચેતવણી, 30 જૂન સુધી રસી નહીં લીધી તો આ તમામ સંસ્થાનો પર લાગી જશે ખંભાતી તાળા: થશે કાર્યવાહી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!