GSTV

CM રૂપાણીનો દાવોઃ દરરોજ આટલા લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની લે છે મુલાકાત

આજથી રાજ્યવ્યાપી એકતા યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. સીએમ વિજય રૂપાણી અમદાવાદના અસલાલી ખાતેથી એકતા રથને પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ સમયે તેઓએ સરદાર પટેલેની કામગીરીને યાદ કરતા કહ્યુ હતુ કે, સરદાર પટેલે રજવાડા ભેગા ન કર્યા હોત. તો સોમનાથ, જૂનાગઢ, હૈદરાબાદ જેવી જગ્યાઓ પર જવા માટે પાસપોર્ટ માં વિઝાની જરૂર પડી હોત.

આ સિવાય તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દરરોજ 25 હજાર લોકો જતા હોવાનું કહ્યું હતું. જોકે, આ સમયે જોવા મળતી અવ્યવસ્થાને લઈને તેઓએ કહ્યુ હતુ કે, ભવિષ્યમાં કોઇ કચાસ ન રહે તે માટે નવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

બોટિંગ , રોપવે ના ટેન્ડર પણ પાસ થઇ ગયા છે. અને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર ભવનની 52 રૂમની હોટલ તૈયાર કરવામાં આવશે. જેનું લોકાર્પણ ડિસેમ્બરમાં કરવામાં આવશે.

સરદાર પટેલની એકતા-અખંડિતતાના સંદેશને ઉજાગર કરતી બીજા તબક્કાની એકતા યાત્રા 20 નવેમ્બર સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં ગ્રામીણ-શહેરી ક્ષેત્રના 16 લાખથી વધુ નાગરિકોએ એકતાના સામુહિક શપથ લીધા હતા. અસલાલીથી શરૂ થઇ રહેલી એકતા યાત્રાના બીજા તબક્કામાં અમદાવાદ જિલ્લાના 45 ગામોને આવરી લેવાશે.

READ ALSO 

Related posts

17 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર દિલ્હીમાં પડી આટલી ઠંડી, દેશના આ વિસ્તારોમાં પણ પડશે ભયંકર ઠંડી

Pravin Makwana

ઈતિહાસમાં પ્રથમવાર તાનારીરી મહોત્સવ પર લાગશે બ્રેક, સીએમ અને ડે. સીએમ રહેવાના હતા હાજર

Nilesh Jethva

કોરોના થયો બેકાબૂ/ હિમાચલમાં 4 જિલ્લામાં લગાવી દીધૂ નાઈટ કર્ફૂય, હવે 2021માં જ ખુલશે શાળાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!