ઈરાકના મોસૂલમાં આતંકી પકડવા માટે ગયેલી સ્વોટ ટીમના પગ તળેથી જમીન ખસી ગઈ જ્યારે તેમણે આતંકીનું શરીર જોયું. આતંકી શિફા-અલ-નિમા ઉર્ફ જબ્બા ધ જીહાદીનું શરીર એટલું વિશાળ હતું કે પોલીસ તેને હલાવી પણ નહોતી શકી. આતંકી પકડાય ગયા બાદ તેના ભાગવાનો કોઈ સવાલ જ પેદા નહોતો થતો. આતંકીના શરીરનું વજન 250 કિલો હતું. પણ પોલીસ માટે સૌથી મોટી મુસીબત ત્યારે સામે આવી જ્યારે આતંકી પોલીસ વેનની અંદર બેસી જ ન શક્યો. આ જોઈ પોલીસના ચહેરા પર પણ ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ હતી.

આખરે આતંકીને લઈ જવા માટે પોલીસે વેનની જગ્યાએ ટ્રક બોલાવી અને સંપૂર્ણ હાસ્યાસ્પદ ઘટના પર પૂર્ણવિરામ મુકાયું. હાલ આતંકીને લઈ જવાની એ તસવીર વીજળી વેગે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.


આતંકી જબ્બા ધ જીહાદી ઓબેસિટી એટલે કે મેદસ્વીપણાનો શિકાર છે. તેને આઈએસઆઈએસના પ્રમુખ નેતાઓમાંથી એક માનવામાં આવે છે. જબ્બા જેહાદીના નામથી આતંકની દુનિયામાં ખ્યાતનામ એવો આ આતંકી ભડકાઉ ભાષણ દેવા માટે ખ્યાતનામ છે.

શિફા અલ નિમા અંગે તપાસ કરી ચૂકેલા બ્રિટિશ એક્ટિવિસ્ટ માજિદ નવાબના જણાવ્યા અનુસાર આતંકી શિફાનું કામ કરતો હતો. પોતાના ભાષણો દ્રારા તે આતંકીઓને તૈયાર કરવાનું કામ કરતો હતો અને બ્રેન વોશ કરવાની કામગીરી સાથે સંકળાયેલો હતો. હવે 250 કિલોના જમ્બો આતંકીનું પકડાવું એ આતંકીઓ માટી ખતરાની ઘંટી સમાન છે. કારણ કે જબ્બાના પકડાતા હવે યુવાનોનું બ્રેઈન વોશ કરવાની કામગીરી ઠપ્પ થઈ જશે.
READ ALSO
- મહારાષ્ટ્રમાં ‘દશેરાના દિવસે જ ઘોડો ના દોડ્યો’: વેક્સિનેશન 18 જાન્યુઆરી સુધી સ્થગિત, એપમાં સામે આવી ભેદી ખામી
- કોવેક્સિનની અસરકારક્તા સામે સવાલો થયા ઊભા, દિલ્હીની આરએમએલ હોસ્પિટલના ડોક્ટરો કોવેક્સિન લેતા અચકાયા!
- મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં કોરોના રસીકરણ પર રોક, બે દિવસ પછી ફરી શરૂ કરવા પર લેવાશે નિર્ણય
- વાર્યા ન વરે એ હાર્યા વરે : આખા જગતમાં ભારતમાં સૌથી વધુ 40 કરોડ યુઝર્સ, વૉટ્સઅપે નવી પોલિસીની ડેડલાઇન 3 મહિના વધારી
- દિલ્હીમાં વેક્સિનેશન: 51 લોકોમાં જોવા મળી સાઈડ ઇફેક્ટ, એક વ્યક્તિને હોસ્પિટલ ખસેડાઇ