IT Raid: એટલી સંપત્તિ મળી કે ધનકુબેરને પણ આશ્ચર્ય થશે, 50 લાખની તો ફક્ત પેન વાપરે છે બોલો

બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતીના સચિવ રહેલા રિટાયર્ડ IAS નેતરામના ઘર પર જ્યારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા તો અધિકારીઓના હોશ ઉડી ગયા. દરોડામાં 200 કરોડથી વધુની સંપત્તિ સહિત એટલી મોંઘી વસ્તુઓ સામાનમાં મળી છે કે પોતે આવકવેરા અધિકારીઓ પણ વિશ્વાસ ન કરી શકે.

દરોડામાં એક ડાયરી પણ આવકવેરા વિભાગના હાથમાં આવી છે. જેની અંદર 250 કરોડની સંપત્તિની જાણકારી છે. સૌથી આશ્ચર્ય વાળી વાત તો એ હતી કે 50 લાખની કિંમત વાળી એક મોન્ટ બ્લોક પેન પણ મળી છે.

આ ઉપરાંત શેલ કંપનીઓના કાગળ પણ આવકવેરા વિભાગના હાથમાં લાગ્યા છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર નેતરામે 95 કરોડ રૂપિયાના ખોટા શેર કેપિટલથી છ પ્રોપર્ટી પણ ખરીદી હતી. જેમાંથી એક દિલ્હીની લુટિયંસ જોનમાં કેજી માર્ગ અને બીજી દક્ષિણ દિલ્હીના પોશ એરીયા જીકે-1માં છે.

એટલું જ નહીં એક સંપત્તિ મુંબઈ અને ત્રણ કોલકતામાં પણ મળી છે. આવકવેરા વિભાગની કાર્યવાહી હાલમાં પણ ચાલું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ધણી સંપત્તિઓનો હજુ ખુલાસો નથી કરવામાં આવ્યો. તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં આ વિશે જાણકારી સામે આવશે.

તમને જણાવી દઈએ કે નેતરામ બસપા અધ્યક્ષ માયાવતીના કરીબી માનવામાં આવે છે. જ્યારે માયાવતી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે નેતરામનું પ્રભુત્વ હતું.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter