GSTV
Home » News » સની દેઓલે ગુસ્સામાં ફાડી નાંખ્યુ હતું જીન્સ, મળ્યો એવો દગો કે આજસુધી નથી કર્યુ શાહરૂખ સાથે કામ

સની દેઓલે ગુસ્સામાં ફાડી નાંખ્યુ હતું જીન્સ, મળ્યો એવો દગો કે આજસુધી નથી કર્યુ શાહરૂખ સાથે કામ

શાહરૂખ ખાન, સની દેઓલ અને જૂહી ચાવલા સ્ટારર ફિલ્મ ‘ડર’ના 25 વર્ષ પૂર્ણ થયા છે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાને એક એવા પ્રેમીની ભુમિકા ભજવી હતી જે કોઇપણ પરિસ્થીતીમાં પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા માગે છે. ડર 1 ડિસેમ્બરના રોજ રિલિઝ થઇ હતી. આ અવસરે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ આ ફિલ્મ સાથે જોડાયેલા કેટલાંક રોચક કિસ્સાઓ જે કદાચ તમે નહી જાણતા હોય.

તે સમયે સની દેઓલ મોટા સ્ટાર હતા તેથી ડાયરેક્ટર યશ ચોપરાએ તેમને આ ઑફર આપી હતી કે તેઓ રાહુલ મહેરા અને સુનીલ મલ્હોત્રામાંથી કોઇ એક કિરદાર પસંદ કરી લે. સની દેઓલને લાગ્યુ કે તેમના માટે સુનીલ મલ્હોત્રાનું પોઝીટીવ પાત્ર યોગ્ય રહેશે તેથી તેમણે આ કિરદાર પસંદ કર્યુ. ઘણાં એક્ટર્સે નકાર્યા બાદ આ ફિલ્મ આવી શહારીખ ખાન પાસે. શાહરૂખ ખાને આ ફિલ્મમાં પોતાનો જીવ રેડી દીધો અને બોલીવુડને મળ્યો એક નવો વિલન.

શું તમે જાણો છો કે આ ફિલ્મ બાદ શાહરૂખ ખાન અને સની દેઓલે ક્યારેય સાથે કામ નથી કર્યુ. એક ઇન્ટરવ્યુ દરમિયાન સનીએ ખુલાસો કર્યો હતો કે, જ્યારે ફિલ્મ ડર બનાવવામાં આવી તો મને આ વિશે જણાવવામાં આવ્યું ન હતું કે ફિલ્મમાં હીરો કરતાં વિલનને વધુ દમદાર રોલમાં રજૂ કરવામાં આવશે. હું પોતાની ફિલ્મો વિશે પહેલાં જ નિર્દેશક સાથે તમામ વાતો કરી લઉ છું પરંતુ જ્યારે મને જાણ થઇ કે ફિલ્મનો અંત કંઇક આ રીતે થવાનો છે તો હું દંગ રહી ગયો હતો. મને ખોટુ કહેવામાં આવ્યું હતુ. આ જ કારણ છે કે મે પાછલાં વર્ષોમાં ક્યારેય યશરાજ સાથે કામ નથી કર્યુ.

ડર ફિલ્મનો આઇડિયા યશ ચોપરાના દિકરા ઉદય અને ઋતિક રોશને આપ્યો હતો. બંનેએ સાથે નિકોલ કિડમેનની હોલીવુડ ફિલ્મ Dead Calm જોઇ હતી. પછીથી તેમણે ફિલ્મ ડર બનાવી. આ ઉપરાંત ડર ફિલ્મને એટલી સફળતા મળી કે બોલીવુડે પણ આ ફિલ્મને કૉપી કરીને ફિલ્મ ‘ફિયર’ બનાવી.

આ ફિલ્મ સાથે સંબંધિત એક ઘટના જણાવવામાં આવે છે કે ફિલ્મના શુટિંગ દરમિયાન એક સીનમાં શાહરૂખ ખાન સની દેઓલને ચાકુ મારવાના હતા. ફિલ્મની સ્ક્રીપ્ટ આ જ હતી. આ સીનને લઇને સની અને યશ ચોપરા વચ્ચે ઘણી બોલાચાલી થઇ. તેમનું કહેવું હતું કે ફિલ્મમાં તે એક ફિટ કમાન્ડો છે અને તેવામાં તેને એક સામાન્ય યુવક ચાકુ મારે તો તે કમાન્ડો કોઇ કામનો નથી. પરંતુ ડાયરેક્ટરે કહ્યુ તેથી તેમણે તે સીન કરવો પડ્યો. શુટ કર્યા બાદ સનીને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાના પેન્ટના બંને ખિસ્સા ફાડી નાંખ્યા.

એક ઇન્ટરવ્યુમાં સનીએ કહ્યુ હતું કે હું ક્યારેય યશ ચોપરા સાથે ફરીથી કામ નહી કરૂ. તે પોતાના શબ્દો પર કાયમ નથી રહેતા. તે લોકોએ મને દગો આપ્યો છે. મને તેમના જુઠ્ઠાણાથી દુખ થયુ હતુ. યશ ચોપરાએ મને ક્યારેય તે નથી જણાવ્યું કે તેમાં વિલનને મહિમામંડિત કરવાના છે.

Read Also

Related posts

એલઆરડી પરીક્ષાની ભરતી પ્રક્રિયા પણ આવી વિવાદમાં, ચેરમેને કરવો પડ્યો આ ખુલાસો

Mansi Patel

બીગબોસનો વિવાદ વધ્યો, હવે સલમાન ખાન પર લાગ્યા આ આરોપો

Bansari

ક્લાર્ક માટે ગ્રેજ્યુએશન તો ધારાસભ્ય માટે કેમ નહી, શૈક્ષણિક લાયકાત’ બની ચૂંટણીનો મુદ્દો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!