GSTV
Home » News » બોલિંગ દરમ્યાન ખેલાડી મેદાનમાં ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોત

બોલિંગ દરમ્યાન ખેલાડી મેદાનમાં ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોત

26 જાન્યુઆરીએ દેશના નાગરિકોએ ધૂમધામથી પ્રજાસત્તાક પર્વના આનંદને માણ્યો. દેશના નાગરિકોએ વહેલી સવારે ધ્વજવંદન કરી ગણતંત્ર દિવસને ઉજવ્યો. બીજીતરફ ગણતંત્ર દિવસે હૈદ્રાબાદમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા યુવા ખેલાડીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.

એન્થની રમત દરમ્યાન બોલિંગ કરી રહ્યાં હતાં. એકાએક તેઓ જમીન પર પડ્યા હતાં. બાદમાં અન્ય ખેલાડીઓએ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. જોકે, ખેલાડીનું મોત થયુ હોવાનું ડૉકટરે જાહેર કર્યુ હતું. મૃતક ખેલાડી હૈદ્રાબાદના નંદી નગરના રહેવાસી હતાં અને તેઓ 25 વર્ષના હતાં.

મહત્વનું છે કે, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બંજારા હિલ્સ, હૈદ્રાબાદમાં ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ક્રિકેટનો આનંદ લેવા માટે ક્રિકેટપ્રેમીઓ મોટી સંખ્યામાં એકઠા થયાં હતાં. બંજારા હિલ્સ પોલીસે જણાવ્યું કે, આ દુ:ખદ ઘટનાની માહિતી મળી છે, પરંતુ પોલીસે આ મામલે કોઈ ફરિયાદ નોંધી નથી. કારણકે આ કુદરતી મોત છે.

Related posts

વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીને લઈ રાજ્ય સરકારે અપનાવ્યો આ રસ્તો

Mayur

સગીર વાહન ચલાવતાં ઝડપાયા તો મા-બાપની આવી બની, જાણી લો આ નવો નિયમ નહી તો મર્યા સમજજો

Bansari

ધોનીની માફક તમે પણ જઈ શકો છો ટેરિટોરિયલ આર્મીમાં, ભરતી માટે જરૂરી છે આટલી વસ્તુ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!