GSTV
Gujarat Government Advertisement

વિશ્વાસ નહીં થાય/ વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં 25 હજાર ઉંદરો કરે છે વાસ, ભક્તોને અપાય છે મૂષકોનો એંઠો પ્રસાદ

ઉંદરો

Last Updated on May 14, 2021 by Bansari

રાજસ્થાનના બીકાનેરમાં સ્થિત કરણી માતાના મંદિરમાં આશરે 25 હજાર ઉંદરો છે. આ કાળા ઉંદરોને માતાના સંતાન માનવામાં આવે છે. સામાન્ય રીતે કોઇપણ ઉંદરોની એંઠી વસ્તુ ખાવાના બદલે ફેંકી દે છે પરંતુ આ મંદિરમાં ભક્તોને ઉંદરોનો એંઠો પ્રસાદ જ આપવામાં આવે છે.

કરણી માતા મંદિરની ખાસિયત

રાજસ્થાનમાં બીકાનેરમાં આશરે 30 કિમી દૂર દેશનોકમાં સ્થિત આ મંદિરને ઉંદરોવાળી માતા, ઉંદરોનું મંદિર અને મૂષક મંદિરના નામે જાણીતુ છે. અહીં ઉંદરોને કાબા કહેવામાં આવે છે. મંદિરમાં આશરે 25000 ઉંદર છે. અહીં પગ ઉપાડીને નહીં પરંતુ ઘસડીને ચાલવુ પડે છે જેથી કોઇ કાબા પગની નીચે ન આવે. તેને અશુભ માનવામાં આવે છે.

કોણ હતાં કરણી માતા

મા કરણીને જગદંબા માતાનો અવતાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તેનો જન્મ ચારણ પરિવારમાં 1387 માં થયો હતો અને તેનું બાળપણનું નામ રિઘુબાઈ હતું. તેના લગ્ન સાઠિકા ગામના કિપોજી ચારણ સાથે થયા હતા, પરંતુ સાંસારિક જીવનમાં કંટાળ્યા પછી, કિપોજી ચારણના લગ્ન તેમણે તેની નાની બહેન ગુલાબ સાથે કર્યા. આ પછી તે ખુદ માતાની ભક્તિ અને લોકોની સેવામાં લીન થઈ ગયા. એવું કહેવામાં આવે છે કે તે 151 વર્ષ જીવ્યા હતાં.

તેને ઉંદરોનું મંદિર શા માટે કહેવામાં આવે છે

કરણી માતા મંદિરમાં કાળી ઉંદરોની સાથે કેટલાક સફેદ ઉંદરો પણ છે, જેને વધુ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે એક વખત કરણી માતાનો પુત્ર, તેના પતિ અને તેની બહેનનો પુત્ર લક્ષ્મણ કપિલ તળાવમાં ડૂબીને મૃત્યુ પામ્યા. માતાને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તેણે લક્ષ્મણને જીવંત બનાવવા માટે મૃત્યુના ભગવાન યમને પ્રાર્થના કરી. આ પછી, યમરાજે મજબૂર થઇને તેને ઉંદર તરીકે પુનર્જીવિત કરવો પડ્યો હતો.

ઉંદરો

આ કારણે પ્રસિદ્ધ છે કરણી માતાનું મંદિર

બિકાનેરના લોક ગીતો આ ઉંદરોની એક અલગ કહાની જણાવે છે. તેમના કહેવા મુજબ, એકવાર વીસ હજાર સૈનિકોની ટુકડી દેશનોક પર હુમલો કરવા માટે આવી, જેને માતાએ તેના પ્રતાપે ઉંદર બનાવી દીધાં હતા. આ ઉંદરોની એક વિશેષતા એ પણ છે કે મંદિરમાં સવારે પાંચ વાગ્યે મંગળા આરતી થાય છે અને સાંજે સાત વાગ્યે આરતી થાય છે ત્યારે ઉંદરો તેમના દરોમાંથી બહાર આવે છે.

ઉંદરો

ભક્તોને ઉંદરોનો એંઠો પ્રસાદ મળે છે

ઘરમાં જો ઉંદરો ખાવા-પીવાની કોઇ વસ્તુ એંઠી કરી દે તો આપણે તેને ફેંકી દઇએ છીએ. પરંતુ આ મંદિરમાં આવતા ભક્તોને પ્રસાદમાં આ ઉંદરોનો એંઠો પ્રસાદ આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ પ્રસાદને ખાધા બાદ અત્યાર સુધી કોઇ પણ બિમાર થયા હોય તેવી ખબર મળી નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!