GSTV

ગુજરાતમાં ખેડૂતોને થયું છે 25 હજાર કરોડનું નુક્સાન, ભીખ નહીં અધિકાર જોઈએ

રાજ્યમાં ભારે વરસાદ થતા ખેતીને ખૂબ જ નુકશાન પહોંચ્યુ છે જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બન્યાં છે.આ સંજોગોમાં રાજ્ય સરકારે ખેડૂતોને સહાય આપવા રૂા.700 કરોડનુ પેકેજ જાહેર કર્યુ છે ત્યારે કોંગ્રેસે આ પેકેજને ખેડૂતોની મશ્કરી સમાન ગણાવ્યુ છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છેકે, ગુજરાતમાં ખેડૂતોને કુલ રૂા.25 હજાર કરોડનુ નુકશાન પહોંચ્યુ છે પણ રાજય સરકારે માત્ર રૂા.700 કરોડના પેકેજની જાહેરાત કરી છે.વાસ્તવમાં આ પેકેજ ખેડૂતો માટે લોલીપોપ સમાન છે.

ગુજરાતમાં આ વખતે ભારે વરસાદ થતાં ખેતીને નુકશાન પહોંચ્યુ છે ત્યારે સર્વેના નામે સરકારે સહાય આપવામાં વિલંબ કર્યો છે.એટલુ જ નહીં, વિમા કંપનીઓએ પણ કરોડો રૂપિયા પ્રિમિયમ લઇ લીધુ છે પણ વિમો ચુકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યાં છે તેવો આક્ષેપ કરતાં વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવી માંગ કરી છેકે, ખેડૂતોને વિમા કંપનીઓને આપેલાં પ્રિમિયમ સામે નિયમ મુજબ સો ટકા વળતર મળવુ જોઇએ.

ધાનાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં કુલ મળીને 85,87,826 હેક્ટરમાં વિવિધ પાકોને નુકશાન પહોંચ્યુ છે. જો ખાતર, બિયારણ, મજૂરી, જંતુનાશક દવા, વિજળી-પાણીનો પ્રતિ વિઘા સરેરાશ પાંચ હજારનો ખર્ચ ગણો તો,કુલ મળીને 25 હજાર કરોડનુ નુકશાન થયાનો અંદાજ કરી શકાય તેમ છે.

હવે રાજ્ય સરકાર માત્ર રૂા.700 કરોડનુ રાહત પેકેજ જાહેર કર્યું છે જે ખેડૂતોની મશ્કરી સમાન છે. તેનુ કારણ એછેકે, રાજ્યના 49 લાખ ખેડૂતોને ખેતીનુ નુકશાન પહોંચ્યુ છે ત્યારે પ્રતિ ખેડૂત રૂા.1200 સહાય મળશે. કોંગ્રેસે માંગ કરી છેકે, સરકારે રાજ્યના ખેડૂતોને તાકીદે રૂા.15 હજાર કરોડનુ પેકેજ જાહેર કરે અને વિમા કંપનીઓ પાસેથી પાક વિમા પેટે રૂા.10 હજાર કરોડ ચૂકવવામાં આવે.

READ ALSO

Related posts

IPL 2020: રાજસ્થાન રોયલ્સનો પડકાર શમી ગયો, કોલકાતાનો શાનદાર વિજય

Pravin Makwana

કામના સમાચાર/સ્કૂલ કોલેજો ખુલશે કે નહીં? : અનલોક-5માં લેવાઈ ગયો છે આ મોટો નિર્ણય

Karan

સોમનાથ ટ્ર્સ્ટના અધ્યક્ષ પદે કેશુભાઈ પટેલની એક વર્ષ માટે નિમણૂંક, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!