કેન્દ્ર સરકારે પહેલીવાર ગુજરાત પોલીસના ૨૫ અધિકારીઓને આઇપીએસ તરીકે પ્રમોશન આપ્યા છે.જેથી હવેથી રાજ્ય સરકારના આ અધિકારીઓ કેન્દ્ર સરકાર હસ્તકના ગુજરાત કેડરના આઇપીએસ બન્યા છે.

યુપીએસસીની સિલેક્શન કમિટીએ વર્ષ-૨૦૨૦ના ગુજરાત પોલીસ સર્વિસ કેડરના ૨૫ અધિકારીઓને આઇપીએસ(ગુજરાત કેડર) તરીકે પસંદગી કરી છે.જેમાં વડોદરામાં તાજેતરના તોફાનોમાં તાબડતોબ સાંઇબાબાની મૂર્તિ સ્થાપન કરી આરોપીઓને ઝડપી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડીસીપી પન્ના મોમાયાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આ અધિકારીઓમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી અનેક ગુનાઓનો ભેદ ઉકેલનાર અને હાલમાં જ અમદાવાદ ખાતે ટ્રાન્સફર થયેલા ડીસીપી જયદિપસિંહ જાડેજા તેમજ વડોદરામાંથી તાજેતરમાં બદલી થયેલા ડીસીપી જયરાજ સિંહ વાળા અને એન્ડ્રુઝ મેકવાનનો પણ સમાવેશ થાય છે. આ સાથે હવેથી આ અધિકારીઓના સોલ્ડર અને કેપના મોનોગ્રામ બદલાશે.
Read Also
- ગરમીની સિઝનમાં હોઠનો રંગ ખીલતો દેખાય તે માટે અજમાવો લિપસ્ટિકના આ લાઇટ અને સોફ્ટ શેડ્સ
- GST Council / આ મહિને યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવી શકે છે ઘણા મહત્વના નિર્ણયો
- વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચામાં આવ્યા નસીરુદ્દીન શાહ, ઈસરો ચીફ પર કાઢી ભડાસ
- આ અઠવાડિયે આ 4 આઇપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક
- પ્રેગ્નેન્સીમાં 10 કલાક કામ કરે છે Aashka Goradia, પોતાના બાળક માટે લખી સુંદર કવિતા