GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ઈતિહાસ રચાશે! રાજ્યના 20થી વધુ ગુજરાતીઓ IPS અધિકારી તરીકે થશે નિમણૂંક, મહેસાણાના 5 DySPનું થયું નોમિનેશન

ગુજરાત રાજ્યમાંથી IPS સર્વિસ જોઈન કરનારી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક સમય એવો હતો કે કોઈ ગુજરાતી વ્યક્તિ ભાગ્યેજ IPSમાં પસંદગી પામતા હતા. પણ હવે સમયાંતરે સમય પણ બદલાયો છે. હવે આ પોસ્ટમાં ગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો છે, રાજ્યના ઈતિહાસમાં ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. જેમાં એક સાથે 20થી વધુ અધિકારીઓ IPS માટે નોમિનેટ થવા જઈ રહ્યા છે, તે ગૌરવની વાત છે.

  • 25 ગુજરાતી એકસાથે IPS અધિકારી બનશે,
  • વર્ષ 2011ની બેચમાં DySP તરીકે ભરતી થયેલા 25 જેટલા અધિકારીઓને IPS નોમિનેટ કરશે
  • નિમિનેશન માટેની ક્લિયરિંગ પ્રોસેસ પૂર્ણ થઈ
ips
  • સુરતના DCP પન્ના મોમાયા,
  • અમદાવાદ કંટ્રોલરૂમના DCP ડો.હર્ષદ પટેલ,
  • અમદાવાદ શહેરના ઝોન-4 DCP રાજેશ એચ.ગઢિયા સહિત 25 IPS નોમિનેટ થશે

નોમિનેશનની સંપૂર્ણ પ્રકિયા પૂર્ણ બાદ IPS ફરજમાં


મળતા અહેવાલ મુજબ વર્ષ 2011ની બેચમાં DySpની પોસ્ટ પર ભરતી થયેલા 25 અધિકારીઓની IPS નોમિનેશનની ક્લિયરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, હવે આવનારા સમયમાં 20થી વધુ ગુજરાતી અધિકારીઓ રાજ્યમાં IPSની પોસ્ટ પર ફરજ બજાવશે.

અહેવાલ અનુસાર 2011ની બેચના 3636 DySP જિલ્લામાં SP તેમજ શહેરમાં DCPની પોસ્ટ પર નિમણૂંક થઈ છે. તેઓ ટૂંકાગાળાના સમયમાં ખાસ અને મહત્વના સ્થાન પર પણ હશે. તમને જણાવી દઈએ કે આ પહેલા ગુજરાત કેડરના ચાર IPS અધિકારી સજ્જન સિંહ વી પરમાર, અશોક મુનિયા, મયૂર ચાવડા અને ઉષા રાડાને IPS કેડર ફાળવવામાં આવી હતી.

READ ALSO

Related posts

લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે

Hardik Hingu

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના

GSTV Web Desk
GSTV