GSTV

સ્કૂલ ફી ભરવાની આ છે છેલ્લી તારીખ : આ ફી તો ન ભરવાનો સરકારે કર્યો છે આદેશ, ટ્યૂશન ફીમાં થયો છે ઘટાડો

સ્કૂલ

સ્કૂલ ફી ઘટાડાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે અંતે સરકારે આજે કેબિનેટ મીટિંગ બાદ ૨૫ ટકા ફી ઘટાડાની જાહેરાત કરી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ-અન્ય બોર્ડની મોટી ખાનગી સ્કૂલોના સંચાલકો પણ અંતે ૨૫ ટકા ફી ઘટાડા માટે માની ગયા છે.જો કે સંચાલકોએ ૩૧મી ઓક્ટોબર સુધી વાલી ફી ભરે તો ફી માફી આપવાની શરત મુકી છે તેમજ બીજી બાજુ વાલી મંડળે ૫૦ ટકા ફી ઘટાડાની માંગ હજુ ચાલુ રાખી છે. આ ફીમાં પણ ટ્યૂશન ફિ સિવાય અન્ય કોઈ જ ઈતર ફી વસૂલી નહીં શકાય. ગુજરાત બોર્ડ ઉપરાંત સીબીએસઈ, આઈબી, આઈસીએસઈ અને સીએઈને પણ આ નિયમ લાગુ પડશે.

શિક્ષકોના રક્ષણ માટે કોઈ ગાઈડલાઈન નથી

કોરોનાકાળમાં ઘણા સંચાલકોએ શિક્ષકોને છૂટા કરી દીધા છે. ખાનગી સંચાલકોને સરકારે કોઈ શિક્ષકોને છૂટા નહીં કરવા એવી કોઈ ગાઈડલાઈન જાહેર કરી નથી. આ શિક્ષકોને છૂટા કરવામાં આવ્યા છે તેવી સ્કૂલના સંચાલકો સામે પણ કાર્યવાહીના કોઈ નિર્દેશ આપવામાં આવ્યા નથી. સંચાલકો બાળકો પાસેથી ફી માગી રહ્યાં છે પણ શિક્ષકોને ઓનલાઈન ભણાવવા માટે 50 ટકા પગાર પણ આપ્યો નથી.

જાહેરાતના મુખ્ય અંશો

  • 25 ટકા ફી રાહતનો અમલ સીબીએસઈ, આઈસીએસઈ અને આઈબી સહિતની તમામ શાળાઓએ કરવાનો રહેશે
  • ટ્રાન્સપોર્ટેશન, લાઈબ્રેરી, કોમ્પ્યુટર, સ્પોર્ટસ અને મનોરંજન સહિત કોઈ જ ઈતર ફી શાળાઓ લઈ શકશે નહીં
  • એફઆરસીમાં ફી વધારા માટે અરજી કરનારી શાળાઓમાં પણ નિર્ણયનો અમલ કરવાનો રહેશે
  • જે વાલીઓએ અગાઉ પૂરી ફી ભરી હશે તેમને તફાવતની રકમ સરભર કરી આપવામાં આવશે
  • શિક્ષકોને છૂટા નહીં કરી શકાય અને તેમના પગાર કે વેતન પણ નહીં કાપી શકાય

કોરોનાને લીધે ગત માર્ચથી રાજ્યની તમામ સ્કૂલો સંપૂર્ણ બંધ છે. ગત શૈક્ષણિક વર્ષની પરીક્ષાઓ પણ નથી લેવાઈ તેમજ ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ એક સત્ર પુરુ થવા આવ્યુ છે ત્યારે ૬ મહિનાથી સ્કૂલો બંધ હોઈ વાલીઓ દ્વારા ફી માફીની ઉગ્ર માંગ સાથે રાજ્યભરમા આંદોલન પણ ચાલી રહ્યુ હતુ.

બીજી બાજુ કોંગ્રેસ દ્વારા સ્કૂલ-કોલેજ ફી માફીને લઈને મશાલ યાત્રાઓ પણ કાઢવામા આવી હતી. ફી મુદ્દે ઘણા હાઈકોર્ટમાં થયેલી જુદી જુદી પીટિશનોના કેસથી માંડી જુદા જુદા વિવાદ વચ્ચે ખરેખર કેટલી ફી ઘટશે તેને લઈને રાજ્યના લાખો વાલીઓ રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન આજે રાજ્ય સરકારે કેબિનેટ મીટિંગમાં ફી ઘટાડા મુદ્દે ચર્ચા કરી હતી અને મીટિંગ બાદ શિક્ષણમંત્રીએ ૨૫ ટકા ઘટાડાની જાહેરાત કરી છે.

જે મુજબ રાજ્યમાં આવેલી ગુજરાત બોર્ડ સંલગ્ન પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક સુધીની તમામ સ્કૂલો અને સેન્ટ્રલ બોર્ડ ,ઈન્ટરનેશનલ બોર્ડ તેમજ અન્ય બોર્ડની તમામ ખાનગી સ્કૂલોને ૨૫ ટકા ફી ઘટાડાનો નિર્ણય લાગુ પડશે. તમામ સ્કૂલે કુલ ફીમાં ૨૫ ટકા ફી માફી આપવી પડશે.

ઉપરાંત સ્કૂલો ટ્રાન્સપોર્ટેશન સહિતની ઈત્તર પ્રવૃત્તિની ફી પણ લઈ શકશે નહી. મહત્વનું છે કે અગાઉ જે મોટી ખાનગી સ્કૂલોના સંચાલકો ૨૫ ટકા ફી માફી માટે તૈયાર ન હતા તે સંચાલકો પણ હવે અંતે માની ગયા છે. જો કે રાજ્યની તમામ સ્કૂલોના સંચાલકોએ સરકાર સામે એવી શરત મુકી છે કે વાલીએ ૩૧ ઓક્ટો. સુધીમાં ફી ભરી દેવાની રહેશે તો જ ૨૫ ટકા માફી મળશે.

જ્યારે હાઈકોર્ટમાં પીટિશન કરનાર ઓલ ગુજરાત વાલી મંડળે ૫૦ ટકા ફી માફીની માંગ ચાલુ રાખી છે અને વાલી મંડળની રજૂઆત છે કે સંચાલકોએ ૨૫ ટકા ફી માફી આપી છે તો હવે બાકીના ૨૫ ટકા સરકાર ભોગવે.સરકાર ૧૫૦૦ કરોડના બજેટમાંથી ૨૫ ટકા ફી માફી આપે. સ્કૂલો ૬ મહિના બંધ છે અને હજુ પણ બંધ જ રહેવાની છે ત્યારે ૭૫ ટકા ફી ન હોઈ શકે.

કોરોના પીડિતના બાળકોને હવે સંપૂર્ણ ફી માફી નહી : સંચાલકો

મોટી ખાનગી સ્કૂલોના સંચાલક મંડળે અગાઉ એક પણ ટકો ફી માફી ન આપવાનુ સરકારને સ્પષ્ટ કરી દીધુ હતુ પરંતુ પાછળથી વિરોધ થતા સ્કૂલ એસોસિએશને એવી જાહેરાત કરી દીધી હતી કે જે બાળકના પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા હશે અને બાળકના વાલી ખૂબ જ જરૂરિયાત મંદ હશે તો તેવા બાળકની સંપૂર્ણ ફી માફ કરી દેવાશે.૪૦ જેટલી સ્કૂલે કરોના વોરિયર્સના બાળકો માટે ફી માફી માટે લીધેલો નિર્ણય હવે એકાએક ફેરવી નખાયો છે.

હવે સ્કૂલ એસોસિએશને જરૂરિયાત મંદ હોય કે કોરોના વોરિયર્સ પણ હોય,કોઈ પણ બાળકને સંપૂર્ણ ફી માફી આપવામા નહી આવે. હવે જ્યારે ૨૫ ટકા ફી માફી આપવાની છે તો કોઈ એક બે બાળકને ફી માફી ન પોશાય તેવુ સંચાલક મંડળનું કહેવુ છે. આમ સ્કૂલ એસોસિએશને મોડા ઉપાડે કરેલી સંપૂર્ણ ફી માફીની જાહેરાત શું માત્ર દેખાડો હતી ?વાલીઓમાં સારા દેખાવા માટે જ જાહેરાત કરાઈ હતી?

Read Also

Related posts

ભાજપ અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઇટીની રેડ દરમિયાન મળી આવ્યા અધધ રોકડ રકમ અને સોનું

Nilesh Jethva

વલ્લવપુરમાં અપહરણ કરાયેલ પિતા-પુત્ર મામલે થયો ચોંકાવનારો ખુલાસો

Nilesh Jethva

અર્જુન મોઢવાડિયાએ સીઆર પાટીલ પર લગાવ્યો મોટો આક્ષેપ, ગુજરાતમાં ભાઈનું નહી ભાઉ કહે તેમ ચાલે છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!