GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

એક સપ્તાહમાં ભારતમાં આવ્યાં 25 ભૂકંપના ઝાટકા, દરરોજ ત્રણથી વધારે વખત ધરા ધ્રુજી

ભારતની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં શુક્રવારે સાંજે 4.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયાં છે. પરંતુ એવું નથી કે માત્ર શુક્રવારે જ એક ભૂકંપનો ઝાટકો આવ્યો હોય. આ દિવસોમાં મિઝોરમમાં પણ ભૂકંપના ઝાટકા આવ્યાં હતાં. જો વિતેલા સપ્તાહના આંકડા ઉપર નજર નાંખીએ તો ભારતમાં અત્યારસુધીમાં 25થી ભૂકંપના ઝાટકા આવ્યાં છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના આંકડા પ્રમાણે ભારતમાં રોજના 3થી 4 ભૂકંપના ઝાટકા લાગી રહ્યાં છે. સૌથી વધારે ભૂકંપના ઝાંટકા શુક્રવારે એટલે કે 26 જૂને આવ્યાં છે. એક જ દિવસમાં દેશના અલગ અલગ વિસ્તારોમાં 10 વખત ભૂકંપની અનુભુતિ કરાઈ હતી.

આ છે આંકડા

આંકડાને જોવા જઈએ તો 26ના રોજ 10 ભૂકંપના ઝાટકા આવ્યાં હતાં. જેમાં મિઝોરમમાં 1, મેઘાલયમાં 1, લદ્દાખમાં 1, હરિયાણા 1, જમ્મુકાશ્મીરમાં 6નો સમાવેશ થાય છે. 27 જૂનના રોજ હરિયાણા અને જમ્મુકાશ્મીરમાં ભૂકંપ આવ્યો હતો. 28 જૂનના રોજ મણિપુરમાં બે, મેઘાલયમાં એક, અંડમાન નિકોબારમાં એક ભૂકંપનો ઝાટકો આવ્યો છે. 30 જૂનના રોજ હરિયાણામાં બે અને જમ્મુ કાશ્મીરમાં એક ભૂકંપ આવ્યો હતો. પછી જુલાઈ મહિનાના પહેલા દિવસમાં મેઘાલયમાં 2 અને જમ્મુ કાશ્મીરમાં 1 ભૂકંપનો ઝાટકો આવ્યો હતો. 2 જૂલાઈના રોજ જમ્મુકાશ્મીરમાં ભૂકંપ આવ્યો હતો અને પછી 3 જૂલાઈના રોજ દિલ્હી-એનસીઆર અને મિઝોરમમાં ભૂકંપ આવ્યો હતો.

બીજા દેશોના કેન્દ્રવાળા ભૂકંપના ઝટકા મહેસુસ થયા

ભારતમાં પાકિસ્તાન અને તાજિકિસ્તાનમાં આવેલા ભૂકંપને મહેસુસ કરવામાં આવ્યો હતો. વિતેલા દિવસોમાં તાજિકિસ્તાનની રાજધાની દુસાંબેમાં આવેલો ભૂકંપ જમ્મુકાશ્મીર સુધી મહેસુસ કરવામાં આવ્યો હતો. આવી જ રીતે પાકિસ્તાન કેન્દ્રિત ભૂકંપથી પ્રભાવિત રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં મહેસુસ થયો હતો.

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!