GSTV
Home » News » ગુજરાત ભાજપના 14 સાંસદોની સંપત્તિમાં વધારો, જાણો કોની પાસે છે કેટલી મિલકત

ગુજરાત ભાજપના 14 સાંસદોની સંપત્તિમાં વધારો, જાણો કોની પાસે છે કેટલી મિલકત

CAIT support bjp

લોકો અને દેશની સેવા કરવા માટે ચૂંટણી લડીને નેતાઓ સાંસદ બને છે. જે માટે તેમને પગારના રૃપમાં વળતર પણ આપવામાં આવે છે. દેશમાં અવાર નવાર સાંસદો અને ધારાસભ્યોની સંપત્તિમાં થતો અસામાન્ય વધારો ચર્ચાનો વિષય બને છે. એક વખત ચૂંટણી જીતીને સાંસદ બનેલા લોકો અને તેમના પરિવારની સંપત્તિમાં પાંચ વર્ષની અંદર ધરખમ વધારો થયો હોવાના અનેક બનાવો બન્યા છે.

ત્યારે સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસાર ચૂંટણી લડવા માટેનું ફોર્મ ભરતી વખતે પોતાની તેમજ પરિવારની સંપત્તિ અને સ્ત્રોત બતાવવા જરૃરી છે. આગામી લોકસભા ચૂંટણી માટે પણ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે. આ ફોર્મની સાથેના એફીડેવિટની અંદર ઉમેદવારોએ તેમની સંપત્તિના લેખા જોખા રજૂ કર્યા છે. આ એફીડેવિટ ચૂંટણી પંચની વેબસાઇટ પર બધા માટે ઉપલબ્ધ છે.

આપણે હાલ ગુજરાતના સાંસદોની સંપત્તિ વિશે વાત કરવી છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની બધી જ એટલે કે ૨૬ બેઠક પર ભાજપના ઉમેદવારો વિજયી થયા હતા. જેઓ પાંચ વર્ષ સુધી સાંસદ રહ્યા છે.

આ ૨૬ સાંસદોમાંથી ૧૬ લોકોને ભાજપે આ વખતે ફરી ટિકીટ આપી છે. ત્યારે આ ૧૬ સાંસદોએ ૨૦૧૪માં દર્શાવેલી સંપત્તિ અને ૨૦૧૯ એટલે કે આ વખતે જાહેર કરેલી સંપતિની સરખામણી અહીં રજુ કરવામાં આવી છે. ભાજપના આ ૧૬માથી ૧૪ સાંસદોની સંપત્તિમાં કુલ ૪૨.૫૨ કરોડનો વધારો થયો છે, તો બ સાંસદોની સંપત્તિમાં કુલ ૩૬.૧૬ કરોડનો ઘટાડો થયો છે. 

૨૫.૨૯ કરોડનો વધારા સાથે જામનગર બેઠકના સાંસદ પૂનમ માડમ સૌથી મોખરે છે. પૂનમ માડમ અને તેમના પતિ બંનેની મળીને તેમની પાસે કુલ ૪૨.૭૩ કરોડની સંપત્તિ હોવાનું તેમણે જાહેર કર્યુ છે.

૨૦૧૪માં તેમની સંપત્તિ ૧૭.૪૩ કરોડ હતી જેમાં ત્રણ ગણો વધારો થયો છે. તો બીજી બાજુ આશ્ચર્યજનક વાત એ છે કે નવસારી બેઠકના સી. આર. પાટીલની સંપત્તિમાં ૨૯.૮૯ કરોડનો ઘટાડો નોંધાયો છે. ૨૦૧૪માં ૭૪.૪૭ કરોડની સંપત્તિ સામે આ વર્ષે તેમણે ૪૪.૬૦ કરોડની સંપત્તિ દર્શાવી છે.

આ સિવાય વલસાડ બેઠકના કે. સી. પટેલે પણ સંપત્તિમાં ૬.૨૯ કરોડનો ઘટાડો દર્શાવ્યો છે.  એક વાત એ પણ છે કે એફીડેવિટમાં જણાવેલ ધંધા કે રોજગાર સામે આ આંકડાઓ કદાચ અનુરૃપ નથી. ઉપરાંત આપણે બધા જાણીએ છીએ કે આવકના સ્ત્રોત તેમજ સંપત્તિને કઇ રીતે દર્શાવી શકાય છે અથવા તો આવક અને સંપત્તિમાં કઇ રીતે વધારો ઘટાડો થાય છે.

બેઠકઉમેદવાર૨૦૧૪૨૦૧૯વધઘટ
અમરેલીનારણભાઇ કાછડીયા૩.૪૧ કરોડ૩.૫૯ કરોડ+૧૭.૩૫ લાખ
અમદાવાદ(પ)કિરીટ સોલંકી૩.૪૦ કરોડ૮.૯૪ કરોડ+૫.૫૩ કરોડ
ભરૃચમનસુખ વસાવા૬૫.૭૧ લાખ૬૮.૩૫ લાખ+૨.૬૪ લાખ
ભાવનગરભારતીબેન શિયાળ૧.૦૪ કરોડ૧.૭૭ કરોડ+૭૩ લાખ
દાહોદજસવંતસિંહ ભાભોર૧.૯૬ કરોડ૨.૭૦ કરોડ+૭૪ લાખ
જામનગરપૂનમબેમ માડમ૧૭.૪૩ કરોડ૪૨.૭૩ કરોડ+૨૫.૨૯ કરોડ
ખેડાદેવુસિંહ ચૌહાણ૯૪.૪૬ લાખ૧.૩૦ કરોડ+૩૫ લાખ
કચ્છવિનોદ ચાવડા૫૬.૧૮ લાખ૩.૩૫ કરોડ+૨.૭૮ કરોડ
નવસારીસી. આર. પાટીલ૭૪.૪૭ કરોડ૪૪.૬૦ કરોડ-૨૯.૮૭ કરોડ
રાજકોટમોહન કુંડારીયા૩.૯૫ કરોડ ૬.૮૮ કરોડ+૨.૯૩ કરોડ
સાબરકાંઠાદિપસિંહ રાઠોડ૨.૦૭ કરોડ૨.૩૯ કરોડ+૩૨ લાખ
વલસાડકે. સી. પટેલ૧૩.૧૧ કરોડ ૬.૮૨ કરોડ-૬.૨૯ કરોડ
જુનાગઢરાજેશ ચુડાસમા૭૪.૪૬ લાખ૧.૦૮ કરોડ+૩૪ લાખ
સુરતદર્શનાબેન જરદોશ૧.૮૦ કરોડ૧.૯૪ કરોડ+૧૩.૬૬ લાખ
વડોદરારંજનબેન ભટ્ટ૧.૦૫ કરોડ૨.૯૪ કરોડ+૧.૮૮ કરોડ
બારડોલીપ્રભુ વસાવા૧.૫૯ કરોડ૨.૮૩ કરોડ+૧.૨૪ કરોડ

Read Also

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Kaushik Bavishi

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Kaushik Bavishi

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!