GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ભારત સહિત 25 દેશો પેસિફિક મહાસાગરમાં કરશે યુદ્ધાભ્યાસ, આ પાડોશી દેશને ન અપાયું આમંત્રણ

કોરોના વાયરસ મહામારીને લઇને ચીન અને અમેરિકાની વચ્ચે જુબાની જંગ ચાલી રહી છે. ત્યારે હવે અમેરિકા ભારત સહિત 25 દેશોની સાથે પેસેફિક મહાસાગરમાં મોટો નૌસેનિક યુદ્ધાભ્યાસ કરવા જઇ રહ્યું છે. રિમપેક નામના આ નેવલ અભ્યાસમાં આ વખતે ચીનને નિમંત્રણ નથી મોકલવામાં આવ્યું. 17થી 31 ઓગષ્ટ સુધી યોજાનારા આ યુદ્ધાભ્યાસમાં 25 દેશોની નેવી આપસી સહયોગ અને યુદ્ધ કૌશલ્યના ગુણ કેળવશે. પેસિફિક મહાસાગરમાં તૈનાત અમેરિકન નેવલ બેઝના કમાન્ડરે જણાવ્યું કે કોરોના વાયરસના સંક્રમણના કારણે આ વખતે યુદ્ધાભ્યાસ માત્ર સમુદ્રમાં જ યોજવામાં આવશે.

કોઇ પણ પ્રકારના સેમિનાર આયોજીત કરવામાં આવશે નહીં

અલગ અલગ દેશોના સૈનિકોનો મેળાવડો રોકવા માટે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન કોઇ પણ પ્રકારના સેમિનાર પણ આયોજીત કરવામાં આવશે નહીં.. આ નેવલ એક્સરસાઇઝ દર બે વર્ષે આયોજીત થાય છે. આ વખતે યુદ્ઘાભ્યાસમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, બ્રુનેઇ, કેનેડા, ચિલી, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, જાપાન, મલેશિયા, મેક્સિકો, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પેરૂ, દક્ષિણ કોરિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, શ્રીલંકા, થાઇલેન્ડ, ટોંગા, બ્રિટન અને વિયતનામની નેવી સામેલ થઇ શકે છે.

ચીનને આ વખતે યુદ્ધાભ્યાસમાં આમંત્રીત કરાયું નથી

દક્ષિણ ચીન સાગર અને કોરોના વાયરસના તણાવના પગલે ચીનને આ વખતે યુદ્ધાભ્યાસમાં આમંત્રીત કરાયું નથી. જો કે આ વખતે બ્રાઝીલ અને ઇઝરાયેલએ કોરોનાના કારણે યુદ્ધાભ્યાસમાં સામેલ થવાનો ઇન્કાર કર્યો છે. જો કે બંને દેશોની નેવીએ કોઇ સત્તાવાર જાણકારી આપી નથી.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!