GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

Gujarat Corona Update / છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,485 કેસ, ગુજરાતમાં કેસના આંકડામાં આજે પણ એક નવો રેકોર્ડ

કોરોના

ગુજરાતમાં ફરી કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આજ રોજ રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 24,485 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 9957 કેસ તો સુરત કોર્પોરેશનમાં 2981 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 2823 કેસ તો રાજકોટ કોર્પોરેશનમાં 1333 કેસો નોંધાયા છે. તો આજ રોજ 13 દર્દીઓનાં મોત નિપજ્યાં છે અને 10310 દર્દીઓ રિકવર થયાં છે.

રાજ્યમાં આજ રોજ નોંધાયા કુલ 55,798 એક્ટિવ કેસો

રાજ્યમાં કુલ 1,04,888 એક્ટિવ કેસો થઈ ગયા છે. તો 156 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો બીજી બાજુ 1,04,732 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. જ્યારે 8,86,476 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,199 એ પહોંચ્યો છે.

જિલ્લાવાર કોરોનાની સ્થિતિ :

છેલ્લા કેટલાક દિવસોથી ઓમિક્રોનના કેસોની વિગતો આપવામાં નથી આવતી :

દેશમાં ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી ઓમિક્રોનના કેસોની વિગત આપવામાં આવી રહી નથી.

Read Also

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV