GSTV

સતત 8મી વખત ફરી એક વાર વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, વાહનોની ટાંકી ફૂલ કરાવતા પહેલા જાણી લો આ ભાવ

રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ શનિવારે 82 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ ગયા હતા. તો વળી ડીઝલના ભાવ પણ 72 રૂપિયા પ્રતિ લિટરથી વધારે પહોંચ્યા છે. છેલ્લા નવ દિવસમાં ઈંધણની કિંમતોમાં 8મી વાર આ વધારો ઝીકાયો છે. કોરોના વેક્સીની વિશ્વમાં આશા દેખાતા ક્રૂડ ઓયલના ભાવમાં પણ વધારો થયો છે. તેથી જ શનિવારના રોજ પેટ્રોલની ભાવમાં 24 પૈસા લીટરે અને ડીઝલના ભાવમાં 27 પૈસા લીટરે વધારો કરવામાં આવ્યો છે.

પેટ્રોલિયમ કંપનીઓએ આ ભાવ વધારાને લઈને એક નોટિફિકેશન પણ જાહેર કર્યુ છે, જે અંતર્ગત દિલ્હીમાં હવે 81.89 રૂપિયાથી વધારે 82.13 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. તો વળી ડીઝલના ભાવ 71.86 રૂપિયાથી વધારીને 72.13 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. 20 નવેમ્બર બાદ આ 8મી વાર ભાવ વધ્યા છે.

લગભગ બે અઠવાડીયાના વિરામ બાદ પેટ્રોલિયમ વિતરણ કંપનીઓએ ભાવ વધારાની કિંમતોમાં સંશોધન કરવાનું શરૂ કર્યુ છે. 9માં દિવસે પેટ્રોલમાં 1.07 રૂપિયા પ્રતિ લીટર મોંધુ થશે. સાથે જ ડીઝલની કિંમતમાં પણ 1.67 રૂપિયા પ્રતિ લિટર વધારો થયો છે.

20 નવેમ્બરે થયેલા ભાવ વધારો થયા પહેલા 22 સપ્ટેમ્બરે ભાવ સ્થિર હતા. તો વળી ડીઝલના ભાવ 2 ઓક્ટોબરથી ફેરફાર થયા છે. સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ, ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન આંતરરાષ્ટ્રીય સ્તરે બેંચમાર્ક કિંમતો તથા વિદેશી દરોના આધારે રોજનું પેટ્રોલ અને ડીઝલની કીમતોમાં સંશોધન કરતા રહે છે.

READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!