GSTV

મહેસાણામાં 24 કલાકથી વરસી રહેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, કડીમાં સરકારી ચોપડે નવો આંકડો નોંધાયો

મહેસાણા જિલ્લામાં 24 કલાકમાં તોફાની વરસાદે હાજરી નોંધાવી છે. આખી રાત વરસાદ વરસતા ઠેરઠેર પાણી જ પાણી નજરે પડે છે. કડી તાલુકાનાં લક્ષ્મીપુરા ગામ પાણીમાં તરબતર છે જેના કારણે લોકોને ગામની બાહર નીકળવામાં પણ તકલીફ પડી રહી છે.

જિલ્લાનાં કડી તાલુકામાં એક જ દિવસમાં 12 ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો. છેલ્લા ચોવીસ કલાકની જિલ્લાની વરસાદની સ્થિતી પર નજર નાખીએ તો બહુચરાજીમાં અઢી ઇંચ વરસાદ, કડીમાં 12 ઇંચ વરસાદ, ખેરાલુ એક ઇંચ વરસાદ, મહેસાણા 7 ઇંચ વરસાદ, વડનગર એક ઇંચ વરસાદ, વિજાપુર 6 ઇંચ વરસાદ, સતલાસણા દોઢ ઇંચ વરસાદ, ઊંઝામાં દોઢ ઇંચ,

જોટાણા 8.5 ઇંચ વરસાદ, વિસનગરમાં દોઢ ઇંચ વરસાદ થયો છે, જિલ્લામાં ખેતીના પાકને બીજા રાઉન્ડના વરસાદથી જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છે.

Read Also

Related posts

કોરોના વાઈરસ સામે લડવા માટે સરકારે 15,000 કરોડના પેકેજને મંજૂરી આપી, આ રીતે કરશે નાણાનો ઉપયોગ

Mayur

coronavirus symptoms : શું થાય છે જ્યારે તમે કોવિડ- 19 થી સંક્રમિત થાવ છો

Nilesh Jethva

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં 76 કેસો નોંધાયા, નવા 21 કેસ આવ્યા સામે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!