GSTV
Gujarat Government Advertisement

સરકારો ગઈ ફેલ: સમયસર ઓક્સિજન ન મળતા કર્ણાટકની હોસ્પિટલમાં 24 દર્દીઓના મોત, દેશમાં ઓક્સિજનના કારણે બે સપ્તાહમાં કુલ 108નાં મોત

Last Updated on May 4, 2021 by Pravin Makwana

સમગ્ર દેશમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ઓક્સિજનની અછતથી હાહાકાર મચ્યો છે. કોરોનાની સાથે ઓક્સિજનની અછતના કારણે દેશમાં છેલ્લા બે સપ્તાહમાં ૧૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે કર્ણાટકના ચામરાજનગરની જિલ્લા હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકમાં કથિત રીતે ઓક્સિજનના અભાવે કોરોનાના ૨૩ દર્દીઓ સહિત ૨૪નાં મોત નીપજ્યાં છે. 

ચમરાજનગર જિલ્લો બેંગ્લુરુથી અંદાજે ૧૭૫ કિ.મી. દૂર છે. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી સુધાકર સ્થિતિની સમિક્ષા લેવા ચમરાજનગર પહોંચ્યા હતા. જિલ્લાના પ્રભારી મંત્રી એસ. સુરેશ કુમારે કેસની તપાસનો આદેશ આપ્યો છે. એસ. સુરેશ કુમારે જણાવ્યું હતું કે ઓક્સિજનની અછત માટે જે લોકો જવાબદાર હશે તેમના વિરુદ્ધ આકરાં પગલાં લેવાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ઓક્સિજનની અછતના કારણે અને પડોશી શહેર મૈસુર જિલ્લામાંથી આવનાર ઓક્સિજન સમયસર પહોંચ્યો નહોતો. પરિણામે આ દુર્ઘટના સર્જાઈ હતી.  આ ઘટનાએ રાજ્યમાં ઓક્સિજન, દવાઓ, રસી અને સ્મશાન ઘાટમાં જગ્યાની કોઈ અછત નહીં હોવાના સરકારના દાવાઓની પોલ ખોલી નાંખી છે.

મૃતકોના પરિવારજનોએ પણ હોસ્પિટલમાં દેખાવો કર્યા હતા અને ઓક્સિજનની કથિત અછત મુદ્દે સવાલો ઊઠાવ્યા હતા. ચમરાજનગર જિલ્લાના ઈન-ચાર્જ મંત્રી એસ. સુરેશે જણાવ્યું હતું કે, તેમણે આ ઘટનાની તપાસ માટે જિલ્લા તંત્રને આદેશ આપી દીધો છે. જોકે, તેમણે કહ્યું હતું કે બધા જ દર્દીઓના મોત ઓક્સિજનની અછતના કારણે નથી થયા. રવિવાર સવારથી કેટલાક લોકોના મોત થયા છે. જ્યારે ઓક્સિજનની અછત રવિવાર અને સોમવારની રાતે સર્જાઈ હતી. તેમના જણાવ્યા મુજબ લિક્વિડ મેડિકલ ઓક્સિજનનો ૬,૦૦૦ લીટરનો સ્ટોક છે, પરંતુ ઓક્સિજન સિલિન્ડર્સ નથી. ઓક્સિજન સિલિન્ડર્સ મૈસુરથી આવવાના હતા, પરંતુ તેમાં થોડોક વિલંબ થયો હતો. તેમણે અધિકારીઓને ચમરાજનગર જિલ્લામાં ઓક્સિજનના પુરવઠા માટે કાયમી ઉકેલ શોધવા અધિકારીઓને જણાવ્યું છે.    

કોરોના મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં સામેલ કર્ણાટકમાં બેડ્સ, ઓક્સિજન અને દવાઓની અછતના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ સોમવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરીને તેમને જરૂરી આવશ્યક્તાઓ પૂરી પાડવાની ખાતરી આપી છે. મુખ્યમંત્રીએ મંગળવારે કેબિનેટની ઈમર્જન્સી બેઠક પણ બોલાવી છે.

આંધ્ર પ્રદેશના અનંતપુર અને કુરનૂલમાં ઓક્સિજનની અછતના કારણે બે હોસ્પિટલમાં ૧૬ લોકોનાં મોત નીપજ્યાં હતા. અનંતપુરના સંયુક્ત કલેક્ટર નિશાંત કુમારે કહ્યું હતું કે, અનંતપુર જીજીએચમાં શુક્રવારે ૧૧ લોકોનાં મોત નીપજ્યાં હતા. જોકે, દર્દીઓના મોતનું કારણ તેમણે જણાવ્યું નહોતું, પરંતુ જીજીએચના ડોક્ટરોના જણાવ્યા મુજબ દર્દીઓના મોત ઓક્સિજનના પુરવઠામાં લો પ્રેશરના કારણે થયા હતા. બીજીબાજુ મુખ્ય સ્વાસ્થ્ય સચિવ અનિલ કુમાર સિંઘલે પણ ખુલાસો કર્યો હતો કે, દર્દીઓના મોત ઓક્સિજનની અછતના કારણે નથી થયા. પરંતુ પરિવારજનોનો આરોપ છે કે દર્દીઓના મોત ઓક્સિજનની અછતના કારણે જ થયા છે. અનંતપુરની ઘટના હજી શાંત નહોતી થઈ ત્યાં શનિવારે કૂરનૂલમાં એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાના પાંચ દર્દીઓના મોત નીપજ્યાં હતા.    

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા બે સપ્તાહમાં ઓક્સિજનના કારણે ૧૦૮થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. બે સપ્તાહ અગાઉ દિલ્હીમાં સતત બે દિવસમાં ઓક્સિજનની અછતના કારણે સર ગંગારામ હોસ્પિટલમાં ૨૫ અને જયપુર ગોલ્ડન હોસ્પિટલમાં ૨૫ લોકોના મોત નીપજ્યાં હતાં. ઉપરાંત નાસિકમાં ઓક્સિજન લીકેજના કારણે ૨૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં. ઓક્સિજન લીકેજના કારણે દિલ્હીમાં બત્રા હોસ્પિટલમાં ૧૨ લોકોના જ્યારે મહારાષ્ટ્રના થાણેમાં ૬ લોકોના મોત નીપજ્યાં હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પેલેસ્ટાઇનના રોકેટ હુમલામાં માર્યા ગયેલી કેરળની મહિલાની અંતિમ વિદાઈ, પાર્થિવ શરીર ભારત પહોંચ્યો

Bansari

અગત્યનું/ ડિપ્લોમામાં એડમિશન માટે નવી એન્ટ્રેસ ટેસ્ટ લેવાય તેવી શક્યતા, માસ પ્રમોશન બાદ હવે મોટી ચિંતા

Pravin Makwana

OMG! માત્ર 19 મિનિટમાં વેચાઇ ગયું પાબ્લો પિકાસોનું પેઇન્ટિંગ ‘મેરી થ્રી’, કિંમત જાણશો તો આંખો પહોળી થઇ જશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!