GSTV
Home » News » WhatsApp અને Facebookમાં આવી રહ્યાં છે 230 નવા ઈમોજી, વધશે ચેટિંગની મજા

WhatsApp અને Facebookમાં આવી રહ્યાં છે 230 નવા ઈમોજી, વધશે ચેટિંગની મજા

WhatsApp અને Facebook જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લગભગ દરેક વ્યક્તિ ઈમોજીનો ઉપયોગ ફરજીયાતપણે કરે છે. રસપ્રદ વાત એ છે કે ઈમોજીની વર્તમાન યાદીમાં હવે 230 નવા ઈમોજીનો સમાવેશ થવાનો છે. હાલમાં યૂનિકોડે 2019 માટે 230 નવા ઈમોજીની સત્તાવાર યાદી જાહેર કરી છે.

આ યાદીમાં 59 નવા ઈમોજીના 171 વેરિએન્ટ સામેલ છે, જેને મળીને તેની સંખ્યા 230 થઇ જાય છે. આ નવા ઈમોજીમાં મકેનિકલ આર્મ, વેફલ, આઈસ ક્યૂબ, જમ્હાઈ લેનારા શખ્સો, બ્લડ ડ્રોપ, બટર, પ્યાજ, લસણ અને જ્યૂસ બૉક્સ જેવા ઘણા સિમ્બોલ સામેલ છે.

આ સિવાય નવા ઈમોજી સેટમાં વીલચેર પર બેઠેલા શખ્સો, ગાઇડ ડૉગ જેવા અમૂક નવા કેરેક્ટર્સ સામેલ કરવામાં આવ્યા છે. યૂનિકોડે અમૂક નવા સિમ્બોલ માટે નવા રંગ પણ જાહેર કર્યા છે. જેમાં દિલ, સર્કલ અને સ્કોયર શેપના દરેક રેમ્બો કલર ઉપલબ્ધ હશે. એટલું જ નહીં, યૂઝર્સની ભારે માંગણી પર આ વખતે સફેદ દિલનુ સિમ્બલ પણ જાહેર કર્યુ છે.

આમ તો ઈમોજીને ફાઈનલ કરી દેવામાં આવ્યાં છે, તેમ છતાં હજી ડિવાઈસ માટે તેમને જાહેર કરવામાં થોડો સમય છે. રિપોર્ટસની માનીએ તો આ નવા ઈમોજી ચાલુ વર્ષે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધી તમારા ડિવાઈસમાં જોવા મળશે.

જે લોકો આ વાતથી અજાણ છે તેમને જણાવીએ કે ઈમોજી શબ્દોનો ઉપયોગ કર્યા વગર સામે વાળા વ્યક્તિને પોતાના દિલની વાત કહી દે છે. કદાચ આ જ કારણ છે કે દરરોજ અંદાજે 90 કરોડ ઈમોજી એકબીજાને મોકલવામાં આવે છે. આ ઈમોજીનો અર્થ સમજવા માટે ઈમોજીપીડિયા પણ બને છે. યૂનિકોડ સ્ટાન્ડર્ડ યાદી મુજબ 2666 ઈમોજી છે.

READ ALSO

Related posts

જુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન

Mayur

આ વ્યક્તિએ આખુ વર્ષ એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ ખાધી, પછી થયો ચોંકાવનારો ખુલાસો

Arohi

VIDEO: કોહલી આઉટ ન થતાં મેદાનમાં હાથ જોડીને ઉભો રહ્યો પાકિસ્તાનનો આ બોલર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!