GSTV

ગૌરવ / ગુજરાતી યુવતીને એમેઝોને 1 કરોડનું પેકેજ કર્યું ઓફર, નોકરી જોઈન કરતાં 86 હજાર ડોલરના આપ્યા શેર

Last Updated on July 14, 2021 by Dhruv Brahmbhatt

ગાંધીનગરમાં રહેતી ક્રિષ્ના ટાંકને અમેરિકામાં એમેઝોન કંપની દ્વારા વાર્ષિક એક કરોડ રૂપિયાનું સેલેરી પેકેજ ઓફર થયું છે. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરનાર ક્રિષ્નાએ કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઇન કમ્પ્યૂટર સાયન્સ કરી કરિયર પાથ વેમાં મશીન લર્નિંગ સાયન્ટીસ્ટ તરીકે યુનિવર્સિટીમાં એમેઝોન કંપનીના સ્ટુડન્ટ્સ એમ્બેસેડર તરીકેની પરીક્ષા સફળતાપુર્વક પાસ કરી એમેઝોન દ્વારા એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો હતો.

Amazon

ક્રિષ્નાએ એલ.ડી.આર.પી. કોલેજમાંથી કમ્પ્યૂટર એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હતું

આ અંગે વાત કરતા 23 વર્ષીય ક્રિષ્ના મનીષભાઇ ટાંક કહે છે કે, ફેબ્રુઆરી 2021માં એમેઝોન કંપનીમાં જરૂરી પરીક્ષાઓ અને માત્ર 30 મિનિટનો ઇન્ટરવ્યૂ આપી એમેઝોન કંપની દ્વારા 1,43,100 યુએસ ડોલર એટલે ભારતીય રૂપિયામાં એક કરોડ 4 લાખનું વાર્ષિક સેલેરી પેકેજ મળ્યું. કંપનીમાં જોઇન્ટ થતાંની સાથે જ 86,000 યુએસ ડોલરના એમેઝોનના શેર પણ મળ્યાં.

મે-જુન મહિનામાં સીએટલ (વોશિંગ્ટન) ખાતે એમેઝોન હેડ ક્વાટરમાં સોફટવેર ડેવલપમેન્ટ એન્જિનિયર તરીકે કંપની જોઇન્ટ કરી છે. માત્ર 23 વર્ષની વયે આટલું એક કરોડથી વધુનું સેલેરી પેકેજ મેળવનાર ક્રિષ્નાએ ગાંધીનગરમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું ત્યાર બાદ એલ.ડી.આર.પી. કોલેજમાંથી કમ્પ્યૂટર એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: GTUમાં શિયાળુ સત્રની સેેમેસ્ટર પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કર્યો, દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ લેવાશે પરીક્ષાઓ

Pravin Makwana

અમદાવાદમાં ઔવેસીનો ફ્લોપ શો: સાબરમતી જેલની મુલાકાતે જતાં પોલીસે કરી અટકાયત, યુપીના ગેંગસ્ટરને મળવાની હતી ઈચ્છા

Pravin Makwana

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!