GSTV
Gujarat Government Advertisement

કોરોના સંકટ વચ્ચે વાયુ સેનાએ સંભાળ્યો મોરચો: ઓક્સિજનની અછત દૂર કરવા એરફોર્સના વિમાનમાં જર્મનીથી આટલા પ્લાન્ટ લવાશે

કોરોના

Last Updated on April 24, 2021 by Bansari

દેશમાં કોરોના દર્દીઓ ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યા છે. ઓક્સિજન ઉપરાંત તેનું ઉત્પાદન કરી શકે એવા પ્લાન્ટ અને હેરાફેરી માટેના ક્રાયોજેનિક ટેન્કરની પણ અછત છે. એ સંજોગોમાં સંરક્ષણ મંત્રાલયે જર્મનીથી ૨૩ પ્લાન્ટ વિમાન દ્વારા લાવવાનું આયોજન કર્યું છે. આ પ્લાન્ટ દેશભરની આર્મડ ફોર્સિસ મેડિકલ સર્વિસ હોસ્પિટલમાં કાર્યરત કરાશે. દરેક પ્લાન્ટ દર કલાકે ૨૪૦૦ લિટર ઓક્સિજન બનાવવાની ક્ષમતા ધરાવતો હશે.

કોરોના

એરફોર્સના ટ્રાન્સપોર્ટ વિમાનો દ્વારા આખે આખા ઓક્સિજન ટેન્કરની હેરાફેરી શરૂ કરી દેવાઈ

બીજી તરફ દેશમાં પણ ઓક્સિજનની હેરાફેરીમાં ભારે ઢીલ થઈ રહી છે. રોડ-રેલવે માર્ગે ઓક્સિજન પહોંચતા કલાકો અને દિવસો લાગે છે. માટે એરફોર્સના ટ્રાન્સપોર્ટ વિમાનો દ્વારા આખે આખા ટેન્કરની હેરાફેરી શરૂ કરી દેવાઈ છે. વાયુસેનાએ આ માટે અતિ વિશાળ કદ ધરાવતા ટ્રાન્સપોર્ટ વિમાનો સી-૧૭ અને આઈએલ-૭૬ વિમાનો ઉડતાં કરી દીધા છે. સંરક્ષણ મંત્રાલયે જર્મન સરકાર સાથે વાત કરી લીધી છે અને અઠવાડિયામાં જ પ્લાન્ટ ત્યાંથી ભારત આવી જાય તેવું આયોજન કરાઈ રહ્યું છે. આ પ્લાન્ટ પોર્ટેબલ હોવાથી સરળતાથી હેરફેર થઈ શકે એમ છે. ભારતમાં જ વાયુસેનાના વિમાનોએ જરૂર મુજબ વિવિધ સ્થળોએથી ટેન્કરોને લઈને ઉડાન ભરી હતી. એરપોર્ટ પર ઉતર્યા પછી ટેન્કરોને સબંધિત હોસ્પિટલ કે કોવિડ સેન્ટર સુધી પહોંચાડાઈ રહ્યા છે. આ પ્રકારની આકાશી હેરાફેરીની સંખ્યા વધારી શકાશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

WTC Final : ન્યૂઝિલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આપ્યું આમંત્રણ : પ્રથમ દિવસ વરસાદમાં ધોવાયો, ભારતે નથી કર્યો ટીમમાં ફેરફાર

Pritesh Mehta

ભાજપ કે મોદી, શાહ નહીં રાજસ્થાનમાં ચાલ્યું ‘વસુંધરા લાઓ’ અભિયાન : પડ્યા ભાગલા, પુનિયાએ કહ્યું પાર્ટીથી મોટો કોઈ નેતા નહીં

Dhruv Brahmbhatt

ઇન્ડિયા He છે કે She/ રાહુલ ગાંધીના એક ટ્વીટ પર શરૂ થઇ ગઈ ચર્ચા! કોનો તર્ક કેટલો સાચો?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!