GSTV
Home » News » આંધ્રપ્રદેશના ગોદાવરી નદીમાં 40 પ્રવાસીઓ સાથેની એક બોટ પલટી, 23 લાપતા

આંધ્રપ્રદેશના ગોદાવરી નદીમાં 40 પ્રવાસીઓ સાથેની એક બોટ પલટી, 23 લાપતા

આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં મંગળવારે ગોદાવરી નદીમાં ચાલીસ પ્રવાસીઓ સાથેની એક બોટ પલટી ગઈ હતી. જેને કારણે બોટમાં સવાર તમામ પ્રવાસીઓ પાણીમાં પડી ગયા હતા.

ઘટનાસ્થળે પહોંચેલા રાહત અને બચાવ કાર્યદળ દ્વારા લોકોને પાણીમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરીમાં બચાવ કાર્યદળે 17 લોકોને બચાવીને નદીની બહાર કાઢયા છે. જોકે 23 લાપતા થયેલા લોકોની શોધખોળ હજીપણ ચાલુ છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન.ચંદ્રાબાબુ નાયડુએ પૂર્વ ગોદાવરી જિલ્લાના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને દુર્ઘટનાની જાણકારી મેળવી છે. આ બોટ કોંદામોડાલુથી રાજમહેન્દ્રવરમ જઈ રહી હતી અને ત્યારે તે દુર્ઘટનાગ્રસ્ત બની હતી.

એનડીઆરએફ દ્વારા લાપતા થયેલા લોકોની શોધખોળની કામગીરી થઈ રહી છે. આ દુર્ઘટના બાદ લગભગ દશ લોકો પાણીમાં તરીને કિનારે પહોંચવામાં સફળ રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આંધ્રપ્રદેશમાં સર્જાયેલી નૌકા દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે અને લાપતા લોકોની સુરક્ષિત વાપસીની કામના પણ કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગોદાવરી નદીમાં સર્જાયેલી નૌકા દુર્ઘટના બદલ દુ:ખ વ્યક્ત કર્યું છે.

Related posts

મહારાષ્ટ્ર ચૂંટણી: સીટોની વહેંચણી મુદ્દે અવઢવ, શું ભાજપનો નિર્ણય શિવસેના માન્ય રાખશે?

Riyaz Parmar

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva

PAKની નાપાક હરકત: આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા 2000 વખત કર્યો ગોળીબાર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!