GSTV
Home » News » Rajasthan Cabinet: અહીં પણ પાયલોટની એક ન ચાલી અશોક જ રહ્યા ‘સમ્રાટ’

Rajasthan Cabinet: અહીં પણ પાયલોટની એક ન ચાલી અશોક જ રહ્યા ‘સમ્રાટ’

રાજસ્થાનમાં અશોક ગહલોત સરકારના મંત્રીમંડળે શપથગ્રહણ કર્યા છે. કોગ્રેસના ધારાસભ્ય અને ગત્ત કોંગ્રેસ સરકારમાં શિક્ષણ પ્રધાન ભવંરલાલ મેઘવાલે શપથ ગ્રહણ કર્યા છે. ભવંરલાલ મેઘવાલ સુજાનગઢબ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. લાલચંદ કટારિયાએ પહેલીવાર મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ ઝોટાવાડ બેઠક પરથી ચૂંટાયા છે. ડોક્ટર રઘુશર્માએ પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ કેકડી બેછક પરથી બીજીવાર ચૂંટાયા છે.

અંતા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા પ્રમોદ જૈને પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. પ્રમોદ જૈન સચિન પાયલટના સૌથી નજીકના સાથી છે. ડીગ બેઠક પરથી ચૂંટાઈ આવેલા વિશ્વેદ્ર સિંહે પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ રાજસ્થાનમાં મોટા જાટ નેતા અને ત્રણ વાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. વાયુત બેઠક પરથી ધારાસભ્ય હરિશ ચૌધરીએ મંત્રી પદના શપથગ્રહણ કર્યા છે. હરિશ ચૌધરી જાટ નેતા અને બાડમેરથી સાંસદ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા.

બસપાના ધારાસભ્ય રમેશ ચંદ્ર મીણાએ પણ મંત્રીપદના શપથગ્રહણ કર્યા છે. તેઓ 2008માં પહેલીવાર ધારાસભ્ય તરીતે ચૂંટાયા હતા. ઉદયલાલ આંજનાએ પણ મત્રી પદના શપથગ્રહણ કર્યા છે. તેઓ રાજસ્થાનમાં ઓબીસી નેતા છે. આ ઉપરાંત પ્રસાદીલાલ મીણા, શાંતિ કુમાર ધારવાલાએ પણ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા છે. આમ કુલ 13 કેબિનેટ અને 10 રાજ્યકક્ષાના પ્રધાન પદ માટે શપથગ્રહણ કરાવવામાં આવ્યાછે.

અશોક ગહેલોતના મંત્રી મંડળમાં તમામ વર્ગના નેતાને સ્થાન મળ્યુ છે. જેમા એસટી સમુદાયના ત્રણ, જાટ સુદાયના ચાર, બ્રાહમણ સમુદાના બે, ગુર્જર સમુદાના એક, રાજપુત સમુદાયના ત્રણ, વૈશ્યના ત્રણ, એસસીના ચાર, ઓબીસીના બે અને મુસ્લિમ-વિશ્વનોઈ સમુદાયના એક-એક ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ છે.

READ ALSO

Related posts

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah

ડીઆરડીઓએ સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળ પરીક્ષણ કર્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!